નવી દિલ્હી: માઓવાદી સાથે કનેક્શનની શંકામાં પુણે પોલીસે આજે દેશભરમાં ડાબેરી સમર્થક ગણાતા કાર્યકરોના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન બે માઓવાદી શુભેચ્છકોની અટકાયત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ગયા વર્ષે પુણેમાં એક કાર્યક્રમ બાદ મહારાષ્ટ્રના કોરેગાંવભીમામાં થયેલી હિંસાની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહીના ભાગરુપે હૈદરાબાદમાં કવિ વરવરા રાવના આવાસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
જે ગાળા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. માઓવાદી સમર્થક ગણાતા રાવ ઉપરાંત સુધા ભારદ્વાજને પણ પકડી લેવામાં આવ્યા છે. ભીમાકોરેગાંવમાં જાન્યુઆરી મહિનામાં હિંસામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એક આરોપીના આવાસ પરથી એવો પત્ર મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાની બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે માઓવાદીઓ પ્રત્યે સહાનૂભૂતિ ધરાવનાર અનેક લોકોના આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. વરવરા રાવને પોલીસ ટુકડી ગાંધી હોÂસ્પટલમાં લઇ ગઇ હતી જ્યાંથી તેમને પુણેમાં લઇ જઇને પુછપરછ કરવામાં આવશે. રોના જેકબ વિલ્સનના આવાસથી મળેલા પત્રના મામલામાં વરવરા રાવની ધરપકડ કરવામાં આવ્યા બાદ તંગદિલી ફેલાઈ ગઈ છે.
તમામ લોકો જાણે છે કે, ઉશ્કેરણીજનક ટિપ્પણી બાદ ભીમાકોરેગાંવમાં હિંસા ભડકી ઉઠી હતી. માઓવાદીઓ સામે કનેક્શનના મામલામાં જૂનમાં પાંચની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, જૂન મહિનામાં એક દરોડા દરમિયાન દલિત કાર્યકરો સુધીર ધાવલેને મુંબઈમાં તેમના આવાસથી પકડી લેવામાં આવ્યા હતા જ્યારે વકીલ સુરેન્દ્ર ગાડલીંગ, કાર્યકર મહેશ રાવત, સોમા સેનને નાગપુરમાં અને રોના વિલ્સનને દિલ્હીમાંથી મુનારિકામાંથી પકડી લેવામાં આવ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે, ઝડપી લેવામાં આવેલા પાંચ લોકો અને તેમની સામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા લોકોના આવાસ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. આ પાંચ લોકોની ધરપકડ બાદથી ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. મોદી ૧૫ રાજ્યોમાં ભાજપ શાસનને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો. આમા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જા એમ જ રહેશે તો તમામ મોરચા પર પાર્ટી માટે મુશ્કેલી ઉભી થઇ જશે.