મુંબઇ: જેક્લીન અને આલિયા ભટ્ટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હોવાના હેવાલ આવી રહ્યા છે. જા કે સુપરસ્ટાર અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે મિડિયામાં એવા હેવાલ આપવામાં આવે છે જેનાથી સાબિત થઇ જાય છે કે બે લોકો લડી રહ્યા છે. જો કે વાસ્તવિકતા કઇક અલગ હોય છે.
તાપ્સી પન્નુની સાથે તેની ખેંચતાણ ચાલી રહી છે તેવા હેવાલ પણ મિડિયામાં આવતા રહે છે. જેક્લીને કહ્યુ છે કે તાપ્સી સાથે તેના સારા સંબંધ છે. જેક્લીને કહ્યુ છે કે તેની અને આલિયા વચ્ચે કોઇ મતભેદો નથી. આલિયા સાથે તે ફોન પર વાતચીત કરી ચુકી છે. બીજી બાજુ જેક્લીને કહ્યુ છે કે આલિયા ભટ્ટ પોતે પણ જેક્લીન સાથે કોઇ મતભેદ હોવાનો ઇન્કાર કરે છે. આલિયાએ જેક્લીનને કહ્યુ છે કે જ્યારે બન્ને આગામી વખત મળશે ત્યારે અનેક સેલ્ફી લેવામાં આવશે. બન્ને સ્ટાર હાલમાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
જેક્લીન છેલ્લે સલમાન ખાનની ફિલ્મ રેસ-૩માં દેખાઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. જેક્લીન સલમાનની સાથે જ રેમો ડિસોઝાની ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી બાજુ આલિયા ભટ્ટ હવે રણબીર કપુર સાથે પોતાના સંબંધને કારણે વધારે ચર્ચા છે. તે મોટા ભાગે રણબીર સાથે નજરે પડી રહી છે. રણબીર પાસે અનેક મોટી ફિલ્મ છે. સંજુ ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ હવે આલિયા અને રણબીર કપુર વચ્ચેના સંબંધની ચર્ચા બોલિવુડમાં જાવા મળી રહી છે.
રણબીર આલિયાના પ્રેમમાં હોવાના હેવાલ પહેલા પણ આવતા રહ્યા છે. હાલમાં રણબીરે આલિયાના કેટલાક ફોટો પણ સોશયલ મિડિયા પર મુક્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચેના સંબંધોની ચર્ચા સમગ્ર બોલિવુડમાં હાલમાં જાવા મળી રહી છે. બંનેના લગ્નની ચર્ચા પણ હવે છેડાઇ ગઇ છે. જો કે આને કોઇ સમર્થન મળી રહ્યુ નથી.