મુંબઈ: એન્જિનિયરિંગ ક્ષેત્રની મહાકાય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના બોર્ડે ૯૦ અબજ રૂપિયાના શેર બાયબેકની દરખાસ્તને આજે લીલીઝંડી આપી દીધી હતી. ૧૫૦૦ રૂપિયા એક શેરની કિંમત આમા રાખવામાં આવી છે. આની સાથે જ કંપની ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજી જેવી કંપનીઓની યાદીમાં જાડાઈ ગઈ છે.
આ કંપનીઓ દ્વારા હાલના સમયમાં જ બાયબેકની જાહેરાત કરવામાં આવી છે. એલ એન્ડ ટી દ્વારા પણ આજે શેર બાયબેકની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી. ૪.૨૯ ટકાના તેના પેઇડઅપ ઇક્વિટીને ખરીદવા માટે દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી છે. એલ એન્ડ ટી દ્વારા પ્રથમ વખત શેર બાયબેકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. બીએસઈને રજૂ કરવામાં આવેલા પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, આજે બોર્ડ મિટિંગ યોજાઈ હતી જેમાં કંપનીના ૬૦૦૦૦૦૦૦ ઇક્વિટી શેર બાયબેકની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. એલ એન્ડ ટી દ્વારા હવે અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી લેવામાં આવી છે.
ટીસીએસ દ્વારા ૧૬૦ અબજ રૂપિયાના કદની બાયબેક દરખાસ્તને લીલીઝંડી આપી હતી. એચસીએલ ટેકનોલોજી દ્વારા ૪૦ અબજ રૂપિયાના બાયબેકની દરખાસ્તને લીલીઝંડી આપી હતી. વર્તમાન ધારાધોરણ મુજબ કંપની બાયબેકની ઓફર કરતી વેળા ૨૫ ટકાથી વધારે રિઝર્વથી આગળ વધી શકે તેમ નથી. એલ એન્ડ ટીના આંકડા દર્શાવે છે કે, માર્ચ ૨૦૧૮માં પુરા થયેલા નાણાંકીય વર્ષના અંત સુધીમાં ઇક્વિટીપ્લસ રિઝર્વનો આંકડો ૪૯૨ અબજ રૂપિયાનો રહ્યો હતો. એલ એન્ડ ટી માટે બાયબેકની દરખાસ્ત મહત્વપૂર્ણ રહેલી છે.