અમદાવાદ: ઉદ્યોગમાં વધુ એક સૌપ્રથમ પહેલ કરતાં ભારતી એરટેલ (એરટેલ)એ આજે ભારતમાં પ્રી-પેઈડ ગ્રાહકો માટે અફોર્ડેબલ તેવું આંતરરાષ્ટ્રીય રોમિંગ વોઈસ પેક ‘ફોરેન પાસ’ લોન્ચ કર્યું છે.
માત્ર રૂ. 196ની નીચી કિંમતે શરૂ થતું આ વોઈસ કોલ પેક મોટાભાગના લોકપ્રિય પ્રવાસન સ્થળો પર ઉપલબ્ધ છે અને તેનો આશય વિદેશમાં પણ પ્રવાસીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં રાખવાની સાનુકૂળતા પૂરી પાડવાનો છે. ઉદાહરણ રૂપે, આ પેક્સ સાથે ગ્રાહકો હવે મફત સ્થાનિક કોલ્સ કરી શકશે અને મેળવી શકશે તથા ભારતમાં આઉટગોઈંગ કોલ્સ પણ કરી શકશે. ગ્રાહકો પાસે ત્રણ અફોર્ડેબલ વોઈસ કોલિંગ પેકમાંથી પસંદગી કરવાનો વિકલ્પ હશે, જેમાં 20 મિનિટ માટે રૂ. 196થી શરૂ થશે અને 40 મીનીટ માટે રૂ. 296 અને 75 મિનિટ્સ માટે રૂ. 446નો સમાવેશ થાય છે.
એરટેલનું વિસ્તૃત ગ્રાહક સંશોધન સૂચવે છે કે ગ્રાહક સામાન્ય રીતે ગંતવ્ય સ્થળે આગમન સમયે જ પરિવાર/મિત્રો સાથે જોડાવા માંગે છે. આથી આ નવું પેક સ્થાનિક સીમ ખરીદવાની મુશ્કેલી વિના વિદેશમાં ઝડપી, ટૂંકી કોલ્સની સમસ્યાને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નવા વોઈસ રીચાર્જીસની સમીક્ષા
પ્રાઈસ પોઈન્ટ | Rs.196 | Rs.296 | Rs.446 |
મિનિટ્સ (સ્થાનિક આઉટિંગ, ઈનકમિંગ, ભારતમાં આઉટગોઇંગ) | 20 મિનિટ્સ | 40 મિનિટ્સ | 75 મિનિટ્સ |
વેલિડિટી | 7 દિવસ | 30 દિવસ | 90 દિવસ |
આ લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં ભારતી એરટેલના ચીફ માર્કેટિંગ ઓફીરસર વાની વેંકટેશે જણાવ્યું હતું કે, ‘અમારા ગ્રાહકોને વિદેશમાં પ્રવાસ કરતી વખતે પણ પરિવારજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા અને તણાવથી મુક્ત રહેવામાં મદદરૂપ થવા સાનુકૂળ પ્રી-પેઈડ આંતરરાષ્ટ્રીય રોમિંગ રીચાર્જીસ એરટેલ ફોરેન પાસ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. અમને એ બાબતની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે એરટેલ દેશમાં સૌપ્રથમ એવી ટેલિકોમ કંપની છે, જેણે પ્રી-પેઈડ ગ્રાહકો માટે આ મૂલ્યવર્ધિત સેવા તૈયાર કરી છે. અમે ગ્રાહકોની સાનુકૂળતા અને સુલભતામાં ઉમેરો કરવા માટે નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખશે.’
આ આઈઆર પેકને એક્ટિવેટ કરવું એક રિચાર્જ કરાવવા જેટલું સરળ છે અને ગ્રાહકો માય એરટેલ એપ અથવા એરટેલ વેબસાઈટઃ www.airtel.in/ir મારફત આ પેક એક્ટિવેટ કરાવી શકે છે. ઉપરાંત તેઓ નજીકના કોઈપણ રીટેલર્સને ત્યાં જઈને પણ આ પેક એક્ટિવેટ કરાવી શકે છે.
આ રીચાર્જીસ પેક નીચે મુજબના 20 દેશો માટે ઉપલબ્ધ છે, જેમાં યુએઈ, નેપાળ, બાંગ્લાદેશ, સાઉદી અરબ, યુએસએ, કતાર, કુવૈત, મલેશિયા, સિંગાપોર, યુનાઈટેડ કિંગ્ડમ, શ્રીલંકા, બહરેઈન, ચીન, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.
એરટેલે વિશ્વના બધા જ અગ્રણી દેશો માટે અફોર્ડેબલ પોસ્ટપેઈડ ઈન્ટરનેશનલ રોમિંગ પેક્સ લોન્ચ કરેલા છે. આ પેક્સ 1 દિવસ, 10 દિવસ અને 30 દિવસના વેલિડિટી વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને તે મફત ઈનકમિંગ કોલ /એસએમએસ, કોલિંગ મિનિટ્સ અને ટેક્સ્ટ બંને સહિતના ભારત અને સ્થાનિક દેશ તેમજ ડેટાથી સિસ્ટમ ઓનલાઈન
આ પેક 1 દિવસ, 10 દિવસ અને 30 દિવસના વેલિડિટી વિકલ્પો સાથે આવે છે અને તે મફત ઇનકમિંગ કૉલ્સ /એસએમએસ, કોલિંગ મિનિટ્સ અને ટેક્સ્ટ બંને સહિત ગ્રાહકોને ભારત અને સ્થાનિક દેશ તેમજ ડેટા સિસ્ટમથી ઓનલાઈન રહેવાની તક પૂરી પાડે છે.