જાકર્તા: એશિયન ગેમ્સમાં આજે ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનો જોરદાર દેખાવ જારી રહ્યો હતો. ત્રીજા દિવસે ભારતીય રેસલર દિવ્યા કાકરાને ૬૮ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલમાં જારદાર દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. દિવ્યાએ બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં ચીની તાઈપેઇની કુશ્તીબાજ ચેન વેનલિંગને ૧૦-૦થી હાર આપી હતી. દિવ્યાને ૬૮ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઈનલમાં મંગોલિયાની રેસલર સાર્ફુના હાથે ૧-૧૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. સારખુએ સેમિફાઇનલમાં ચીનની વેનલિંગને ૧૦-૦થી હાર આપી હતી.
ભારતમાં હવે એશિયન ગેમ્સના ૧૦ મેડલ થઇ ગયા છે. કુશ્તીમાં દેખાવ સૌથી શાનદાર રહ્યો છે. રેસલિંગ અથવા તો કુશ્તીમાં ત્રીજો મેડલ જીત્યો છે. આ ઉપરાંત ભારતે બે ગોલ્ડ મેડલ રેસલિંગમાં જીત્યા છે. ભારતે શૂટિંગમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સેપકટકરામાં એક બ્રોન્ઝ મેડલ પણ ભારતે જીત્યો છે.
અગાઉ ત્રીજા દિવસે ભારતને શુટિંગમાં બે ચન્દ્રક જીત્યા હતા. ભારત તરફથી સૌરભ ચૌધરી અને અભિષેક વર્માએ પુરૂષોના ૧૦ મીટર ઇવેન્ટમાં ભારત માટે ચન્દ્રક જીત્યા હતા. સૌરભે ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે વર્માએ કાસ્ય ચન્દ્રક જીત્યો હતો. અગાઉ ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલા એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારના દિવસે ભારતીય ખેલાડીઓનો દેખાવ શાનદાર રહ્યો હતો. વિનેસ ફોગાટે એશિયન ગેમમાં ઇતિહાસ રચીને ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. વિનેશે જાપાનની ઇરીયુકી ઉપર ૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ ભારતે વે બે ગોલ્ડ પણ પોતાના નામે કરી દીધા હતા.
સોમવારે ભારતની વિનેશ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેમના પગમાં દુખાવો હતો છતાં પોતાની તમામ બાઉટ જીતવામાં તે સફળ રહી હતી. વિરોધી રેસલરને કોઇ તક આપી ન હતી. ફાઈનલમાં પહોંચતા પહેલા વિનેશે સેમિફાઇલમાં કોરિયાની રેસલર કિમને હાર આપી હતી. ભારતના ખાતામાં શૂટિંગમાં બે મેડલ આવ્યા હતા. આની સાથે જ ભારતના હજુ સુધી કુલ સાત મેડલ થઇ ગયા છે. દિપકકુમાર અને લક્ષ્યકુમારે ભારત તરફથી શૂટિંગમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ રવિવારના દિવસે ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. પુરુષોની ૬૫ કિલોગ્રામ સ્પર્ધાની ફાઈનલમાં જાપાનના દાયચીને ૧૧-૮થી હરાવીને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. બજરંગે એશિયન ગેમ્સ ૨૦૧૪માં રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. તે પહેલા ૧૦ મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વ ચંદેલા અને રવિ કુમારની જાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં આ ભારતીય જાડીઓ ૪૨૯.૯નો સ્કોર બનાવ્યો હતો. આર્ટિÂસ્ટક જિમ્નાÂસ્ટક ક્વોલિફિકેશનમાં પણ ભારતીય ટીમે ફાઈનલમાં કૂચ કરી લીધી છે.