અમદાવાદ: એડલવાઈસ ગ્રૂપ અને ટોકિયો મરીન હોલ્ડિંગ્સના સંયુક્ત સાહસ એડલવીસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સે આજે ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે બેન્કેસ્યોરન્સ ભાગીદારીની જાહેરાત કરી છે.
નવી બેન્કેસ્યોરન્સ ભાગીદારી અંગે ટીપ્પણી કરતાં ચીફ ઓપરેટિંગ ઓફિસર નિલેશ પરમારે જણાવ્યું હતું કે, ‘આ ભાગીદારી અમને વણખેડાયેલા સેગ્મેન્ટ સુધી પહોંચવા અમને સક્ષમ બનાવશે. તે અમને ગ્રાહકોના વિસ્તૃત વર્ગને સંરક્ષણની એક જ છત્રી હેઠળ લાવવામાં મદદરૂપ થશે અને તેમને સંપત્તિ સંગ્રહ માટે ઓછા ખર્ચાળ સાધન પૂરા પાડશે. અમે ગ્રાહકો સાથે ઓન-બોર્ડિંગ અને આફ્ટર-સેલ કામગીરી માટે વપરાશમાં સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું.’ આ ભાગીદારી વીમા કંપનીને તેની બેન્કેસ્યોરન્સ ક્ષમતા મજબૂત કરવામાં મદદરૂપ થશે.
બેંગ્લુરુમાં મુખ્યાલય ધરાવતી ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક ગુજરાતમાં મજબૂત હાજરી ધરાવે છે અને તે તેના ગ્રાહકોને ડિજિટલ સેવા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
ગુજરાતમાં કંપનીની હાજરી અંગે વાત કરતાં ચીફ અને અપોઈન્ટેડ એક્યુરી સુભ્રજિત મુખોપાધ્યાયે જણાવ્યું કે, ‘અમારા માટે ગુજરાત એક મહત્વનું બજાર છે અને અમે અમારા ગ્રાહકો માટે વેલ્યૂ પ્રપોઝીશન ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. ગુજરાત જેવા બજારોની સ્થિર કટીબદ્ધતાએ અમને નવા ઉત્પાદનો બનાવતી વખતે સતત નવીનતા સાથે ઊભરતા ગ્રાહકોની આંતરસુઝ સમજવા સક્ષમ બનાવ્યા છે.’
એડલવીસ ટોકિયો લાઈફ ગુજરાત સાથે લાંબું અને વિશેષ જોડાણ ધરાવે છે. વીમા કંપનીએ ગુજરાત અને મુંબઈમાં પાયલટ શાખાઓ શરૂ કરીને 2011માં તેની કામગીરી શરૂ કરી હતી. ત્યારથી તેણે ગુજરાતમાં તેનું વિસ્તરણ કર્યું છે અને હાલમાં જૂન 2018 સુધીમાં તે 11 શાખાઓ અને 2758 પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર્સ સુધી પહોંચી છે.
વીમા કંપનીએ તાજેતરમાં નવી પેઢીની ટર્મ પ્રોડક્ટ ઝિંદગી પ્લસ લોન્ચ કરી હતી. તે બેટર હાફ બેનિફિટ નામની એક અજોડ, ઉદ્યોગમાં સૌપ્રથમ ઓફર પૂરી પાડે છે. તે પોલિસીધારકના મોતના સંજોગોમાં કોઈ ભાવી પ્રીમિયમની જરૂરિયાત વિના સ્પાઉસ (પતિ/પત્ની)ને જીવન કવચનો લાભ પૂરો પાડે છે. પોલિસીધારકના મૃત્યુ પર સ્પાઉસને ડેથ ક્લેમ ચૂકવાયા બાદ આ લાભ શરૂ થશે. આ સુવિધાનો આશય પોલિસીધારકની ગેરહાજરીમાં જે વ્યક્તિ પર પરિવાર નાણાકીય રીતે નિર્ભર હોય તેને યોગ્ય સમયે જીવન કવચ પૂરું પાડવાનો છે.