કોચી: કેરળમાં ભારે વરસાદ અને ત્યારબાદ છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી વિનાશકારી પુરના કારણે હજુ હાલત કફોડી બનેલી છે. રાજ્યભરમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જો કે સ્થિતી હજુ પણ ખુબ વિકટ બનેલી છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૧૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં પુર તાંડવની સ્થિતી નીચે મુજબ છે
ઓગસ્ટ બાદથી મોતનો આંકડો | ૨૧૦ |
મે બાદથી મોતનો આંકડો | ૩૮૭ |
મોદીની સહાયતા | ૫૦૦ કરોડ |
રસ્તાને નુકસાન | ૧૦૦૦૦ કિલોમીટર |
જિલ્લાઓમાં પુર | ૧૪ |
રાહત કેમ્પોમાં લોકો | ૭૨૪૬૪૯ |
રાહત કેમ્પોની સંખ્યા | ૫૬૪૫ |
નદીઓમાં પુર તમામ | ૪૦ |
એનડીઆરએફની ટીમ | ૫૮ |
બચાવ નૌકાઓ | ૩૪ |
મહારાષ્ટ્ર દ્વારા સહાય | ૨૦ કરોડ |
ગુજરાત દ્વારા સહાય | ૧૦ કરોડ |
યુપી દ્વારા સહાય | ૧૫ કરોડ |
ઝારખંડ દ્વારા સહાય | પાંચ કરોડ |
બિહાર દ્વારા સહાય | ૧૦ કરોડ |
ઓરિસ્સા દ્વારા સહાય | પાંચ કરોડ |
દિલ્હી દ્વારા સહાય | ૧૦ કરોડ |
ઓરિસ્સાની નૌકાઓ પહોંચી | ૨૪૫ |
થ્રિસુરમાં એનડીઆરએફ ટીમ | ૧૫ |
ઈર્નાકુલમમાં એનડીઆરએફ ટીમ | પાંચ |
મલ્લાપુરમમાં એનડીઆરએફ ટીમ | ત્રણ |
ઈડુક્કીમાં એનડીઆરએફ ટીમ | ચાર |
વાયનાર્ડમાં એનડીઆરએફ ટીમ | બે |
કોઝીકોડેમાં એનડીઆરએફ ટીમ | બે |
પીવાનું પાણી | ૧૪ લાખ લીટર |
ફુડ પેકેટ્સ | ૩ લાખ |