કોચિ: કેરળમાં ભારે વરસાદ અને ત્યારબાદ છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી વિનાશકારી પુરના કારણે હજુ હાલત કફોડી બનેલી છે. રાજ્યભરમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પુરની સ્થિતીની સાથે સાથે નીચે મુજબ છે.
- કેરળમાં પુરના પાણી ઉતરવાની શરૂઆત થઇ હોવા હોવા છતાં હાલત હજુ ગંભીર છે
- કેરળમાં અર્થતંત્રને બેઠુ કરવામાં અનેક વર્ષો નિકળી જાય તેવી શક્યતા
- ૧૦૦૦૦ કિલોમીટરના રસ્તાઓ તુટી ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ રસ્તા રિપેર કરવા પર જ ૪૪૪૧ કરોડથી વધુનો ખર્ચ થનાર છે
- એનએચએ આઇ અને પીડબલ્યુડી રસ્તાને રિપેર કરવાની કામગીરી સાથે મળીને હાથ ધરશે
- ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટ દૂર કરવાનો નિર્ણય
- વરસાદની ગતિ ઘટતા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રાહત કામગીરી તીવ્ર કરાઈ
- હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સાબદુ છે
- કેરળમાં કુદરતી હોનારતમાં મોતનો આંકડો આઠમી ઓગસ્ટ બાદથી ૨૧૦ થયો
- મે મહિના બાદથી કેરળમાં વરસાદ અને પુરથી ૩૮૭ના મોત
- મોદીએ મુખ્યમંત્રી વિજયન અને કેન્દ્રિય મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ૫૦૦ કરોડની સહાયતની જાહેરાત કરી દીધી છે
- ૫૦૦ કરોડની સહાય પહેલા ૧૦૦ કરોડની સહાયની રાજનાથસિંહ દ્વારા પણ જાહેરાત કરાઈ હતી
- મુખ્યમંત્રી વિજયનના કહેવા મુજબ બે હજાર કરોડનું નુકસાન થયું છે
- ૧૦૦ વર્ષના સૌથી ભીષણ પુર તરીકે આને જોવામાં આવે છે.
- વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ
- ઓરિસ્સા દ્વારા ૨૪૦ ફાયર સર્વિસ કર્મીઓ મોકલવામાં આવ્યા
- કેરળમાં બેન્ક દ્વારા અપાતી સેવા ઉપર ફી અને ચાર્જમાં છૂટછાટો અપાઈ
- એનડીઆરએફની કુલ ૫૮ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે
- પુરગ્રસ્ત ઓરિસ્સામાં હજુ સુધીનું સૌથી મોટુ ઓપરેશન હાથ ધરાયું
- કેરળમાં ૨૦૦૬ બાદથી એક રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં એનડીઆરએફની ટીમ ગોઠવવામાં આવી