કોચી: કેરળમાં વરસાદની ગતિ ધીમી પડી હોવા છતાં અનેક ખતરાઓ રહેલા છે. કેરળમાં જળપ્રલયના તાંડવ વચ્ચે બચાવ અને રાહત કામગીરી ઝડપી કરવામાં આવી છે પરંતુ રાહત કેમ્પોમાં રોકાયેલા લોકો ઉપર બિમારીઓનો ખતરો તોળાઈ રહ્યો છે. ૮મી ઓગસ્ટ બાદથી અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પ્રદેશમાં એક સદીમાં સૌથી વિનાશકારી પુર આવ્યું છે. ૧૦ દિવસના ગાળામાં જ ૧૯૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. પુરના પરિણામ સ્વરુપે ભેખડો ધસી પડતા સૌથી વધુ લોકોના મોત થયા છે. સેના, એનડીઆરએફ સહિત સરકારી સંસ્થાઓ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. હજારો રાહત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવેલા છે. આવી પરિસ્થિતિમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, રાહત સામગ્રીની કોઇપણ કમી દેખાઈ રહી નથી.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા...
Read more