૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી નિવાસ્થાને ચાર કલાકની મિટીંગ બાદ કોને કયા ખાતા ફાળવવા તે નક્કી થઇ શક્યું હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત રાજ્ય કક્ષાના મંત્રીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને ખાતાને ફાળવણી કરવામાં આવી. પાછલી સરકારમાં મંત્રીઓ રહી કેટલાંક મંત્રીઓનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સિવાય ૮ કેબિનેટ કક્ષાના મંત્રી અને ૧૦ રાજ્યકક્ષાના મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. તેમાં કેટલાંક ખાતાઓને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપને સૌથી ઓછી બેઠક આપનાર સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી સૌથી વધારે મંત્રીઓને ખાતા ફાળવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ બેઠક જીતાડનાર મધ્ય ગુજરાતમાંથી માત્ર બે જ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયકુમાર રૂપાણીને જે ખાતા ફાળવવામાં આવ્યા છે તેમાં સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાયમેંટ ચેંજ, પ્લાનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીશ્રીઓને ન ફાળવાલ હોય તેવી બાબતોનો સમાવેશ થાય છે.
નાયબ મુખ્યમંત્રી નિતિનકુમાર પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર ખાતા ફાળવવામાં આવ્યા છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓઃ
રણછોડભાઇ ફડદુને ફાળવાયેલા ખાતામાં કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહારનો સમાવેશ થાય છે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયનની ફાળવણી કરવામાં આવી છે.
કૌશીકભાઇ પટેલને મહેસૂલ ખાતું ફાળવવામાં આવ્યું છે.
સૌરભભાઇ પટેલને નાણા અને ઉર્જા ખાતું ફાળવવામાં આવ્યું છે.
ગણપતભાઇ વસાવાને આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
જયેશભાઇ રાદડીયાને ફાળવાયેલા ખાતામાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપ કામ અને લેખન સામગ્રીનો સમાવેશ થયા છે.
દિલીપકુમાર ઠાકોરને શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ ખાતા ફાળવવામાં આવ્યા છે.
ઈશ્વરભાઇ પરમારને સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)ના ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓઃ
પ્રદિપસિંહ જાડેજાને ગૃહ, ઊર્જા, વૈધાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરિટી, સાવીલ ડીફેન્સ, ગ્રામ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન, બિનનીવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)ના ખાતા ફાળવાયા છે.
પરબતભાઇ પટેલને સિંચાઇ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)ના ખાતા ફાળવાયા છે.
પરષોત્તમભાઇ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ ખાતું સોંપવામાં આવ્યું છે.
બચુભાઇ ખાવડને ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધનના ખાતા ફાળવવામાં આવ્યા છે.
જયદ્રથસિંહજી પરમારને કૃષિ વિભાગ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)ના ખાતા ફાળવાયા છે.
ઈશ્વરસિંહ પટેલને ફાળવાયેલા ખાતામાં સહકાર, રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા)નો સમાવેશ થાય છે.
વાસણભાઇ આહિરને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ ખાતું ફાળવવામાં આવે છે.
વિભાવરીબહેન દવેને ફાળવાયેલા ખાતામાં મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામનો સમાવેશ થાય છે.
રમણલાલ પાટકરને વન અને આદિજાતી વિભાગ ફાળવવામાં આવ્યો છે.
કિશોરભાઇ કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.