ઇસ્લામાબાદઃ દેશના વડાપ્રધાન તરીકે શપથ લઈ ચુકેલા ઈમરાન ખાનની છાપ શરૂઆતમાં ક્રિકેટના દિવસોમાં રોમિયો તરીકે ઉભી થઈ હતી. ત્રણ લગ્ન અને પ્લે બોયની છાપ ઈમરાનની રહી હતી. અનેક વિવાદો પણ રહ્યા હતા.
ક્રિકેટની દુનિયામાં સ્ટારડમ હાસલ કરી ચુકેલા ઇમરાનની છાપ ક્રિકેટના દિવસોથી જ ક્લબોમાં જનાર એક હાઈક્લાસ રોમિયો તરીકે ઉભી થઇ હતી. ૧૯૯૫માં બ્રિટિશ પત્રકાર ગોલ્ડ સ્મિથની સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ નવ વર્ષ સુધી ચાલ્યા હતા. ૨૦૦૪માં તલાક થયા હતા. ૨૦૧૪માં ટીવી એન્કર રહેમ ખાન સાથે ઇમરાને ફરી લગ્ન કર્યા હતા. રેહમ હાલ ભારે ચર્ચામાં છે. કારણ કે, માત્ર ૧૦ મહિના સુધી આ લગ્ન ચાલ્યા હતા. ઇમરાન ઉપર ગંભીર આક્ષેપો રેહમે કર્યા છે. રેહમે એક પુસ્તક રહ્યું છે જેમાં તમામ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે.
ઇમરાને ફેબ્રુઆરી ૨૦૧૮માં ત્રીજા લગ્ન કર્યા હતા. બૂસરા માનીતા સાથે આ લગ્ન કર્યા હતા. માનીતા ઇમરાનની ધાર્મિક ગુરુ તરીકે છે. બૂસરાએ લગ્ન કરતા પહેલા કહ્યું હતું કે, તેના વડાપ્રધાન બનવા માટે ત્રીજા લગ્ન જરૂરી છે. ઇમરાનની રાજકીય કેરિયર ૧૯૯૬માં શરૂ થઇ હતી તે વખતે તહેરીકે ઇન્સાફ નામની પાર્ટીની રચના કરવામાં આવી હતી. ૧૯૯૭માં પ્રથમ ચૂંટણી હારી ગયા હતા. ૨૦૦૨માં માત્ર તેમને જ જીત મળી હતી. પાર્ટીની હાર થઇ હતી. ૨૦૦૭માં પરવેઝ મુશર્રફે ઇમરજન્સીની જાહેરાત કરી ત્યારે ઇમરાન ખાનને પણ જેલમાં જવાની ફરજ પડી હતી.