કોચિ: પુરગ્રસ્ત કેરળમાં સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે મોડી રાત્રે ૧૧ વાગ્યા કેરળના પાટનગર થિરુવનંતપુરમ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતી માહિતી મેળવી હતી. આજે સવારે મોદીએ ૫૦૦ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. કેરળમાં પુરની સાથે સાથે નીચે મુજબ છે
- વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે મોડી રાત્રે ૧૧ વાગ્યા કેરળના પાટનગર થિરુવનંતપુરમ ખાતે પહોંચી ગયા હતા
- મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતી માહિતી મેળવી હતી
- ૭૦૦ જવાનો અને ખાસ એન્જિનિયરિગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે
- ૫૦ હજાર પરિવારના ૨.૨૩ લાખ લોકો હજુ રાહત કેમ્પમાં છે
- ૧૫૬૮ રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે
- મે મહિના બાદથી મોતનો આંકડો વધીને ૩૩૦ ઉપર પહોંચ્યો
- છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહી છે
- આ ત્રાસદીમાં એક જ દિવસમાં ૧૦૬ લોકોના મોત બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે
- જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ હાલત ખરાબ છે
- રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.
- નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે
- દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે