નવીદિલ્હીઃ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાના પ્રખર ભાષણોના કારણે જાણીતા રહ્યા હતા. તેમના ભાષણ એવા રહેતા હતા જે લાખો લોકોની અંદર જોશ અને ઉત્સાહ ભરી દેતા હતા, પરંતુ એવા ખુબ ઓછા લોકો છે જે જાણે છે કે, એક વખત તેઓ નિશબ્દ પણ થઇ ગયા હતા.
૧૯૩૪માં એક દિવસ એવો આવ્યો હતો જ્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બારનગર ટાઉનમાં વાદવિવાદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરમિયાન વાજપેયી પોતાના સાથીઓની સામે મૌન રહ્યા હતા. મોડેથી વાજપેયીએ કબૂલાત કરી હતી કે, આ ઘટનાના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું.
૧૯૯૬માં લોકસભાની ચૂંટણી દરમિયાન એક રેલીમાં વાજપેયીએ કહ્યું હતું કે, તેઓ પોતાના જીવનમાં પ્રથમ ભાષણ પૂર્ણ કરી શક્યા ન હતા પરંતુ, ત્યારબાદ તેમની લાઇફ બદલાઈ ગઈ હતી. વાજપેયીએ કહ્યું હતું કે, એજ દિવસે તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારે પણ ભાષણ યાદ કરીને બોલશે નહીં.
આ તેમના જીવનમાં પ્રથમ ભાષણ હતું. જે એગ્લો વર્નાકુલમ સ્કુલમાં આપ્યું હતું. વાજપેયીના પિતા હેડમાસ્તર હતા. એવીએમ સ્કુલમાં વાજપેયીએ પ્રવેશ લીધો હતો. તેઓ તે ઘટનાને પણ ક્યારે પણ ભુલી શક્યા ન હતા જ્યારે બ્રિટિશ દ્વારા ભારતમાં વિકસિત કરવામાં આવેલી રેલવે લાઇનના સંદર્ભમાં વાત કરવાની જરૂર હતી. ભાષણોથી અનેકની બોલતી બંધ કરી દેનાર અટલ બિહારી વાજપેયી પોતે પણ એક વખતે સ્પીચલેસ બની ગયા હતા. આ બાબત પણ ખુબ ઓછા લોકોને યાદ છે. વાજપેયી કવિતાઓ મારફતે પણ પોતાની તમામ બાબતો સ્પષ્ટપણે રજૂ કરતા હતા. વિરોધીઓ પણ વાજપેયીને સાંભળવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા.