નવીદિલ્હી: ભારતનું ક્રૂડ ઓઇલ આયાત બિલ ૨૦૧૮-૧૯માં ૨૬ અબજ ડોલર સુધી વધી શકે છે. વિદેશી ચીજા મોંઘી બની રહી છે. ઉંચી કિંમત પર તેલની ખરીદી કરવાની ફરજ પડી શકે છે. ડોલર સામે રૂપિયો ખુબ જ કમજોર થઇ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૦.૩૨ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
ભારત તેલ જરૂરિયાત પૈકી ૮૦ ટકા આયાત કરે છે અને ૨૦૧૭-૧૮માં ક્રૂડ ઓઇલની ૨૨૦.૪૩ મિલિયન ટનની આયાત કરવામાં આવી હતી જેના ઉપર ૫.૬૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.