નવી દિલ્હી : કેરળમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. જળતાંડવની સ્થિતી વચ્ચે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કુદરતના કહરના લીધે સંઘર્ષ કરી રહેલા કેરળમાં પુર અને ભારે વરસાદના કારણે સ્થિતી હવે ભયાનક બની ગઇ છે. સ્વતંત્રતા બાદ સૌથી ભીષણ પુરની સ્થિતી વચ્ચે અતિ ભારે વરસાદ જારી રહેતા સ્થિતી સુધરવાના બદલે વધારે વણસી રહી છે. કેરળમાં જળતાંડવની સાથે સાથે નીચે મુજબ છે
- કેરળમાં ભારે વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો વધીને ૭૮ થયો
- બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી પરંતુ ભારે વરસાદ જારી રહેતા રાહત કામગીરીને પણ પ્રતિકુળ અસર થઇ છે
- કેરળમાં ભારે વરસાદના કારણે પરિવહનની સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઇ
- કોચિ શહેરમાં પણ પુરના કારણે પરિવહન સેવા ખોરવાઇ ગઇ
- કોચિ મેટ્રોની સેવાને બંધ રાખવાની ફરજ પડી, સેવાને બંધ કરાતા લોકો પરેશાન
- અડધુ કેરળ પુર અને ભારે વરસાદના કારણે સકંજામાં આવ્યુ
- લાખો લોકો કુદરતના કહેરના કારણે સંઘર્ષ કરી રહ્યા છે
- સેના, એનડીઆરએફ અને અન્ય ટીમો સેવામાં વ્યસ્ત છે
- સેંકડોની સંખ્યામાં ઉભા કરવામાં આવેલા રાહત કેમ્પમાં હજારો લોકોને રાખવામાં આવ્યા
- આઠમી ઓગષ્ટના દિવસથી કેરળમાં હાલત કફોડી બનેલી છે
- કોચિ મેટ્રો મટ્ટમ યાર્ડમાં પાણીના કારણે સવારમાં ઓપરેશન બંધ કરવાની ફરજ પડી
- તમામ પ્રકારની સહાય કરવાની કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી
- કેરળની તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે
- કેરળમાં ભારે વરસાદની ચેતવણી હોવાથી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે
- રેડ એલર્ટની જાહેરાત વચ્ચે તમામ સ્કુલ અને કોલેજામાં રજા જાહેર કરવામાં આવી છે
- યુનિવર્સિટીની પરિક્ષાને પણ સ્થગિત કરવાની તંત્રને ફરજ પડી છે
- બચાવ અને રાહત કામગીરીમાં સેનાની ટીમ પણ સતત મદદ કરી રહી છે