કોચ : કેરળમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. જળતાંડવની સ્થિતી વચ્ચે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કુદરતના કહરના લીધે સંઘર્ષ કરી રહેલા કેરળમાં પુર અને ભારે વરસાદના કારણે સ્થિતી હવે ભયાનક બની ગઇ છે. સ્વતંત્રતા બાદ સૌથી ભીષણ પુરની સ્થિતી વચ્ચે અતિ ભારે વરસાદ જારી રહેતા સ્થિતી સુધરવાના બદલે વધારે વણસી રહી છે. તમામ નદીઓમાં પાણીની સપાટી ભયજનકસ્તરથી ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને ૭૮ ઉપર પહોંચી ગયો છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે.
હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હજુ સુધી રાહત મળવાના સંકેત નથી. ભેખડો ધસી પડવા અને અન્ય સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધી રહ્યો છે. પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગઇ છે. કોચિ મેટ્રો બંધ રાખવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ ફરી એકવાર જારદાર વરસાદના પરિણામ સ્વરુપે રાહત કામગીરી ઉપર અસર થઇ હતી. રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પુરપ્રભાવિત બે જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ કબૂલાત કરી હતી કે, સ્થિતી ખુબ જ વિકટ બનેલી છે પરંતુ તમામ પ્રકારની મદદ રાજ્ય સરકારને કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. ઇડુક્કી અને ઇર્નાકુલમ જિલ્લાના હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ વિમાની મથકે પત્રકારો સાથે વાતચીત કરતા રાજનાથસિંહ કહ્યું હતું કે, અભૂતપૂર્વ પૂરના કારણે જે વિકટ સ્થિતી સર્જાઈ છે. ૮મી ઓગસ્ટથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાહત કેમ્પમાં ૭૦૦૦૦થી વધુ લોકો આસરો લઇ રહ્યા છે.
વાયનાડમાં સૌથી વધુ કફોડી હાલત બની છે. અહીં ૧૪૦૦૦ લોકો રાહત છાવણીમાં છે. નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હજુ ઘટી રહી નથી. નવેસરથી કોઇ ખુવારી થઇ નથી પરંતુ હાલત અભૂતપૂર્વ થયેલી છે. રાહત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રોકાયેલા છે. ઇડુક્કી બંધમાં પાણીની સપાટી હજુ ચિંતાજનક સ્થિતી માં છે. એશિયામાં સૌથી મોટા બંધ તરીકે તેને ગણવામાં આવે છે.
૨૬ વર્ષના ગાળા બાદ તેના તમામ દરવાજા ખોલવામાં આવી ચુક્યા છે. હજુ પણ પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર રહેલી છે. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦થી વધુ પરિવારોને માઠી અસર થઇ છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં પણ હાલત કફોડી બનેલી છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા થઇચુક્યા છે. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા.
મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લેવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.દરમિયાન હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે.
રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. પુરના કારણે કેરળના મોટા ભાગના વિસ્તારોમાં પરિવહન સેવા ઠપ છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે. પેરિયાર નદીમાં પુરનુ પાણી વધી જવાના કારણે તમામ મોટા બંધમાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોચિ શહેરમાં તમામ સેવા ઠપ થઇ ગઇ છે. કોચિ મેટ્રો દ્વારા મટ્ટમ યાર્ડમાં પાણી ભરાઇ જવાના કારણે આજે સવારે ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. કેરળમાં હાલમાં સુધારો થવાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી.