મણિકર્ણિકા બાદ કંગના નિર્દેશન કરવા તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : પોતાના આક્રમક તેવર અને બેબાક નિવેદનના કારણે જાણિતી રહેલી અભિનેત્રી કંગના રાણાવત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ મણિકર્ણિકાને લઇને વ્યસ્ત બનેલી છે. તમામ ચાહકો આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગ જોવા માટે ઇચ્છુક છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  કંગના રાણાવત પોતાની ફિલ્મ મણિકર્ણિકાને લઇને પણ આશાવાદી છે.

તેનુ કહેવુ છે કે આ ફિલ્મ બાદ તે પોતાની ફિલ્મના નિર્દેશન તરીકેની જવાબદારી અદા કરનાર છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત બનેલી છે. ફિલ્મ મણિકર્ણિકાના શુટિંગ અને અન્ય કામગીરીમાં તે વ્યસ્ત છે. કંગના છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મની પટકથા લખી રહી છે. પટકથા પર ધ્યાન પણ આપી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તૈયારી કરી લીધા બાદ હવે નિર્દેશનના ક્ષેત્રમાં  ભાગ્ય અજમાવનાર છે.

મણિકર્ણિકા ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. આના માટે તે ખાસ પ્રકારની તાલીમ લઇ ચુકી છે. જેમાં ઘોડેસવારી અને તલવારબાજીનો સમાવેશ થાય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત આ ફિલ્મ રહેલી છે. સિમરનમાં તે અલગ અંદાજમાં નજરે પડનાર છે.કંગના પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જાણીતી રહી છે. તે રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામ પર કરી ચુકી છે તેની કંગના રાણાવત બોલિવુડમાં જે અભિનેત્રીઓ છે તેના કરતા જુદા અભિપ્રાય ધરાવે છે. તે હમેંશા સાહસી નિવેદન કરવા માટે જાણતી રહી છે. આ જ કારણસર  તે વિવાદોમાં પણ રહી છે. જો કે તેની પાસે સતત સારી ફિલ્મો આવી રહી છે.

Share This Article