નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. કેટલાક જાણકાર લોકો દાવો કરી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષના ગાળામાં કોઇ પણ વડાપ્રધાન પર હુમલાનો આટલો મોટો ખતરો રહ્યો નથી. આ વખતે ખતરો વધારે છે. જો કે સુરક્ષા સંસ્થાઓ તમામ ખતરાને પાર પાડવા માટે તૈયાર છે. ગુપ્તચર સંસ્થાઓએ હુમલા અંગેના ખતરાથી કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને સુરક્ષા સંસ્થાને માહિતી આપી છે. ત્રાસવાદી આ પ્રસંગે મુંબઇ જેવા હુમલાને અંજામ આપી શકે છે.
આ ઉપરાંત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટે અન્ય બજારો પર પણ હુમલા કરી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ હુમલા કરવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરી શકે છે. પેરાગ્લાઇડરનો પ્રયોગ પણ કરવામાં આવી શકે છે. વિવિધ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા સંસ્થાઓએ વડાપ્રધાનને અનેક સ્તરીય સુરક્ષા આપી દીધી છે. એલર્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. મોદીના પાંચમા ભાષણ વેળા હુમલાનો ખતરો રહેલો છે. પહેલાથી જ દિલ્હી પરિવહન નિગમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
ડીટીસીએ નિર્ણય કર્યો છે કે ૧૫મી ઓગષ્ટે સવારે છ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી પોતાની બસ મફતમાં આપશે. આનો મતલબ એ થયો કે યાત્રી મફતમાં આ ગાળા દરમિયાન ફરી શકશે. મોગલ કાળના દરમિયાન બનેલા લાલ કિલ્લાની સામે આશરે ૧૦,૦૦૦ લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે સામાન્ય લોકોને ખુલ્લી જગ્યાએ બેસાડવામાં આવે છે. તેમની બાજુમાં સ્કુલી બાળકો રહે છે. પુરતી તૈયારી કરવામાં આવી રહી છે. લોકોને લાવવા માટે લાલ કિલ્લાની આસપાસ બસની સેવા વધારવામાં આવી રહી છે. લોકોને સરળતાથી બસ મળે તેવી વ્યવસ્થા ગોઠવાવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહેલા લોકોને પોતાની સાથે મોબાઇલ, કેમરા, દુરબીન, બેંગ, બ્રિફકેસ, સિગારેટ, લાઇટર, ટિફિન બોક્સ, પાણીની બોટલ, લંચ બોક્સ સાથે ન લાવવા માટે સુચના આપવામાં આવી છે. આ તમામ લોકોને કઠોર ચકાસણીમાંથી પસાર થવુ પડશે.
ટુંકમાં પહેલાથી જ યોજના તૈયાર કરી લેવામાં આવી છે. સ્વંતત્રતા દિવસે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. મોદીના ઐતિહાસિક સંબોધન પર ભારતીય લોકોની જ નહી બલ્કે વિશ્વની નજર રહેશે. મોદી આવતીકાલે તેમના સંબોધનમાં કઇ વાત કરે છે તેના પર નજર રહેશે. કેટલીક નવી યોજના દેશના લોકો માટે વડાપ્રધાન જાહેર કરી શકે છે. વડાપ્રધાન આવાસથી લઇને લાલ કિલ્લા સુધી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મોદીના ભાષણ દરમિયાન સુરક્ષામાં પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત એન્ટી વાયુ સેના હિંડન એરબસ સ્વતંત્રતા દિવસે કોઇ ફણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે. ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે મોદી ધ્વંજ લહેરાવશે અને દેશને સંબોધન કરશે. શાનદાર પરેડ પણ યોજનાર છે. જેની છેલ્લી કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. આ વખતે સુરક્ષા પાસા પર અગાઉ કરતા વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે જેના માટે કારણ પણ છે. કેટલાક એવા હેવાલ પણ મળ્યા છે કે ત્રાસવાદીઓ તમામનુ ધ્યાન અન્યત્ર વાળવા માટે સેનાના જવાનોના વેશમાં હુમલો કરી શકે છે. દિલ્હીમાં સુરક્ષા ખુબ મજબુત કરી દેવામાં આવી છે. દિલ્હીની તમામ સરહદ પર ખાસ સુરક્ષા રાખવામાં આવી રહી છે.