એશ્વર્યા ફન્ને ખાન ફ્લોપ જતા હતાશ થઇ જ નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇઃ બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન તેની ફન્ને ખાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેતા નિરાશ દેખાઇ રહી છે. જો કે તે નવા પ્રોજેક્ટને લઇને આશાવાદી બનેલી છે. આ ફિલ્મમાં તે સિંગર તરીકેની ભૂમિકામાં નજરે પડી હતી. ત્રીજી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મ માત્ર ૧૨ કરોડની કમાણી જ કરી શકી  છે. ચાહકોને ફિલ્મ પસંદ પડી નથી.

લાંબા સમય બાદ એશ દેખાઇ હોવા છતાં ફિલ્મ જાદુ જગાવવામાં નિષ્ફળ રહી હતી. હવે એશ ફરી નવી ફિલ્મોને લઇને સક્રિય થઇ ગઇ છે. અનિલ કપુર અભિનિત મ્યુઝિકલ ડ્રામાં ફિલ્મ ફન્ને ખાનની રજૂઆતને કેટલીક વખત રોકી દેવામાં આવી હતી. જો કે આખરે રજૂ કરવામાં આવ્યા બાદ પણ ફિલ્મ ફ્લોપ રહી છે. ગયા વર્ષે જુલાઇ માસમાં શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.  એશ હાલમાં પોતાની છ વર્ષની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચનની પારિવારિક લાઇફ માણી રહી છે.

અનિલ કપુર અને એશ છેલ્લે સતિશ કૌશિકની ફિલ્મ હમારા દિલ આપકે પાસ હેમાં નજરે પડ્યા હતા. આ ઉપરાંત આ બન્ને સુભાષ ઘાઇની ફિલ્મ તાલમાં પણ નજરે પડ્યા હતા. ગયા વર્ષે  ઓગષ્ટના પ્રથમ સપ્તાહથી ફિલ્મનુ નિયમિત શુટિંગ શરૂ કરાયુ હતુ. એશ્વર્યા રાય બચ્ચન નિયમિત રીતે ફિલ્મના શુટિંગમાં જોડાઇ હતી અને પોતાની પ્રોફેશનલ કુશળતાનો પરિચય આપી દીધો હતો. સૌથી પહેલા પ્રિયંકા ચોપડાને આ રોલની ઓફર કરવામાં આવી હતી. જો કે તેને પટકથા પસંદ પડી ન હતી. ત્યારબાદ એશને ઓફર કરવામાં આવી હતી. ફન્ને ખાન ફિલ્મની સાથે જ ડિરેક્ટર તરીકે અતુલ માંજરેકરની એન્ટ્રી થઇ છે. જા કે તેમને આ ફિલ્મ મારફતે નિષ્ફળતા મળી છે.

Share This Article