નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે હંમેશા વિવાદમાં રહેનાર અને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થઈ ચુકેલા નેતા મણીશંકર ઐયરે આજે ફરી એકવાર મોદી પર પ્રહારો કર્યા હતા.
મણીશંકરે કહ્યું હતું કે મુસ્લિમોને પિલ્લા તરીકે સમજનાર નેતા કોઈ દિવસે દેશના વડાપ્રધાન બની જશે તેવું ક્યારેય પણ વિચાર્યું ન હતું એમ કહીને મણીશંકર ઐયરે ૨૦૧૪ની ચૂંટણી પહેલા એક ઈન્ટરવ્યુમાં મોદીની ટિપ્પણીનો ઉલ્લેખ ઐયર કરી રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોદી પર વાંધાજનક ટિપ્પણી મણીશંકર ઐયરને ભારે પડી હતી અને કોંગ્રેસમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ નિવેદનને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મણીશંકર ઐયરની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જાકે આ સસ્પેન્ડના પગલાં લેવામાં આવ્યા બાદ પણ ઐયર ઉપર કોઈ અસર થઈ નથી. કારણ કે તેઓએ ફરી એવી જ એક ટિપ્પણી કરી દીધી છે. તેના કારણે ફરી વિવાદ થવાની શક્યતા છે.
મણીશંકર ઐયરે કહ્યું છે કે ૨૦૧૪ પહેલા એક મુખ્યમંત્રી જે મુસ્લિમોને પિલ્લા તરીકે સમજતા હતા તે દેશના વડાપ્રધાન બની શકે છે તેવું ક્યારેય પણ વિચાર્યું ન હતું. ૨૦૦૨માં મોટી સંખ્યામાં મુસ્લિમોના મોત થયા હતા તેને લઈને આપને પીડા છે કે કેમ તેવો પ્રશ્ન મોદીને ઈન્ટરવ્યું દરમિયાન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન મોદીએ કહ્યું હતું કે એક પિલ્લુ પણ ગાડીની નીચે આવી જાય તો મનને ઠેસ પહોંચે છે. ઐયરે કહ્યું હતું કે જે વ્યક્તિએ એમ કહ્યું હતું જે ૨૪ દિવસ સુધી મુસ્લિમોની છાવણીમાં પહોંચી ન હતી. તે વ્યક્તિ દેશના વડાપ્રધાન બની ગયા છે. અમદાવાદ મસ્જિદમાં પણ મોદી તે વખતે પહોંચ્યા હતા, જ્યારે તત્કાલિન વડાપ્રધાન વાજપેયી હતા અને તેમને સાથે જવાની ફરજ પડી હતી.
મણીશંકર ઐયરની ટિપ્પણી અને ખાસ કરીને મોદીને લઈને કરવામાં આવેલી ટિપ્પણીથી કોંગ્રેસની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મણીશંકર ઐયરે વડાપ્રધાનને નીચ આદમી કહીને સંબોધન કર્યું હતું. જોકે તેઓએ મોડેથી માફી માંગી લીધી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમની સામે કડક કાર્યવાહી કરી હતી. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જો કે મોદીએ ત્યારબાદ આને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો અને તેમને જીત પણ મળી હતી.