શ્રીનગર: અમરનાથ યાત્રા આજે પણ યથાવતરીતે જારી રહી હતી. ભારે ઉત્સાહ અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે ૬૮ શ્રદ્ધાળુઓની સૌથી નાનકડી ટુકડી રવાના કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતા કહ્યુ હતુ કે, કાશ્મીર ખીણમાં પવિત્ર અમરનાથની ગુફામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે.
આ અંગે વારંવાર અહેવાલ પણ આવી ચુક્યા છે. આ વખતે રક્ષા બંધન સુધી અમરનાથ શ્રદ્ધાળુઓનો આંકડો ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. યાત્રાને લઇને તમામ તૈયારી ભગવતીનગર યાત્રી બેઝ કેમ્પ અને અન્ય કેમ્પ ખાતે રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૭૫૧૨૫થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે.
લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.
અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. શ્રદ્ધાળુઓમાં કોઇ પણ ભય દેખાતો નથી.