અમદાવાદ: ગુજરાતના બાળકો અને યુવાનોમાં રહેલ ડાન્સની ટેલેન્ટ અને ક્ષમતા બહાર લાવવા, તેને નિખારવા અને બાહ્યજગતમાં તેને એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી અમદાવાદમાં ફ્રેન્ડ્સ કોમ્યુનિકેશન દ્વારા એક અનોખા નવતર પ્રયોગ સાથે ગુજરાતનો સૌપ્રથમ ડાન્સ રિયાલિટી શો- સ્ટાર ઓફ ગુજરાત નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાન્સ રિયાલિટી શોના ઓડિશન તા.૨૨ સપ્ટેમ્બરથી અમદાવાદ અને ગાંધીનગરમાં શરૂ થશે. જે ઓડિશન જાણીતી ગુજરાતી કલાકાર મમતા સોની તેમ જ ડાન્સ ગુરુ અવીરાજસિંહ ઝાલા(મેગીસર) દ્વારા લેવામાં આવશે. એટલું જ નહી, શોના ગ્રાન્ડ ફિનાલેમાં જજ તરીકેની ભૂમિકા જાણીતા ડાન્સ માસ્ટર ગીતા કપૂર નિભાવશે એમ અત્રે શોના આયોજક ચિરાગ શર્માએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદીઓથી ગુજરાતમાં દરેક કલાને મહત્વ આપવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ પણ લેતા આવ્યા છે એ પછી ડાન્સ, સિંગિંગ કે ચિત્રકળા કે બીજું ક્ંઇ પણ હોય. ગુજરાતીઓ નૃત્ય અને તેના વિવિધ પ્રકારો પ્રત્યે પ્રાકૃતિક રીતે જ ખેંચાણ અને આકર્ષણ ધરાવે છે. નૃત્યકળા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમની ભાથીગઢ સંસ્કૃતિ ગુજરાતીઓના વારસામાં જોવા મળે છે.
ટીવી સીરીયલ એન્ડ વિવિધ ચેનલોમાં ચાલી રહેલા અવનવા રિયાલિટી શો ને જોતા આજકાલ માતા પિતામાં પણ પોતાના બાળકોને લઈને ખુબ જ જાગૃતતા આવી છે. ગુજરાતના બાળકો અને યુવાનોમાંમાં રહેલ આ ઉત્સાહ અને ટેલેન્ટને બહાર લાવવા માટે ફ્રેન્ડસ કોમ્યુનિકેશન અને ચૌધરી ફિલ્મ્સ દ્વારા અમદાવાદમાં ખુબ જ મોટા પાયે ડાન્સ રિયાલિટી શો નું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજયના બાળકો અને યુવાનોને એક અદ્ભુત અને સોનેરી પ્લેટફોર્મ પૂરું પાડશે. આયોજક ચિરાગ શર્માએ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી અમે ઇવેન્ટ મેનેજમેન્ટ અને એકટીવીટીઓ સાથે જોડાયેલા છીએ અને સતત રિસર્ચ અને મેહનત પછી આ ડાન્સ રિયાલિટી શોનું આયોજન કર્યું છે. જેમાં અમે ગુજરાના ખૂણે ખૂણે થી લોકો જોડાય તેવા પ્રયત્નો કરીશુ અને તેમને ખુબ જ મોટા પાયાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદરૂપ થઈશુ. આ ડાન્સ રિયાલિટી શો ના ઓડિશન તા. ૨૨ સપ્ટેમ્બર થી અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલુ થશે.
ગુજરાતના દર્શકોને ખ્યાલમાં રાખીને આ શોમાં ભારતની ભાથીગળ સંસ્કૃતિ અને ડાન્સ સ્વરુપોની થીમ આધારિત ઘડવામાં આવ્યા છે. દરમ્યાન ઓડિશનમાં જજ રૂપે જોડાયેલી જાણીતી ગુજરાતી કલાકાર મમતા સોનીએ જણાવ્યું હતું કે, રિયાલિટી શોમાં જજ બનવુએ મારા માટે એક અનોખી વાત છે અને આના માટે હું ખુબ ઉત્સાહિત છું. હું માનુ છું કે ગુજરાતનો આ પ્રકારનો પોતાનો ડાન્સ શો હોવો જોઈએ કે જ્યાં યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળતી હોય એ ખુબ મહત્વનું છે અને મને તેનો ભાગ હોવાનો ગર્વ છે. નૃત્ય એ મારુ ઝનૂન(પેશન) છે અને મને ખબર છે કે શો માટે ડાન્સનું હુનર ધરાવતા લોકોને શોધવામાં અમે જરૂર સફળ થઈશું. હું ક્યારેક એક પ્રતિસ્પર્ધી પણ રહી ચુકી છું અને મને ખ્યાલ છે કે ત્યાં પહોંચવા માટે કેટલી મહેનતની જરુર પડે છે. હું દરેક પ્રતિસ્પર્ધીઓને નેચરલ અને શ્રેષ્ઠ ડાન્સ કરવાની સલાહ આપવા માગું છું.