મુંબઇ: બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી ખુબસુરત કરિશ્મા કપુર ઘણા વર્ષો બાદ હવે નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મ જીરોમાં મહેમાન કલાકાર તરીકે નજરે પડનાર છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્મા મુખ્ય રીતે કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને કરિશ્મા પણ આશાવાદી છે.
આશરે સાત વર્ષ પહેલા રજૂ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ ડેન્જરસ ઇશ્ક મારફતે કરિશ્મા કપુરે બોલિવુડમાં વાપસી કરી હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઇ હતી. હવે તે ફરી ફુલ ફ્લેશ ફિલ્માં એન્ટ્રી કરશે કે કેમ તે અંગે પુછવામાં આવતા કરિશ્મા પોતે કોઇ નિવેદન કરવાની સ્થિતીમાં નથી. કરિશ્મા કપુરે કહ્યુ છે કે તે હવે ફિલ્મમાં ફરી કામ કરી શકશે કે કેમ તે અંગે કહેવાની સ્થિતીમાં નથી. તેનુ કહેવુ છે કે તે આશાવાદી ચોક્કસપણે છે પરંતુ કોઇ વાત કરવી સરળ નથી. તેનુ કહેવુ છે કે તે પોતાને સતત વ્યસ્ત રાખે છે. આના માટે સતત કામ કરતી રહે છે. જાહેરાતોમાં કામ કરતી રહે છે. અનેક ઇવેન્ટમાં પણ ભાગ લેતી રહે છે.
તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેને નિહાળવા માટે ચાહકોને રાહ જોવાની ફરજ પડી શકે છે. તેનુ કહેવુ છે કે માતાનો અર્થ માસ્ટર ઓફ મલ્ટી ટાસ્કિંગ તે માને છે. તેનુ કહેવુ છે કે તેની લાઇફમાં ત્રણ મહિલા સૌથી મહત્વપૂર્ણ છે. જેમાં માતા, તેની પુત્રી અને તેની બહેન કરીનાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી અનેક બાબતો શિખી છે. કરિશ્મા પોતાના સમયમાં સુપરહિટ સ્ટાર તરીકે રહી હતી. એક સમય કરિશ્માએ ગોવિન્દા સાથે જોરદાર જોડી જમાવી હતી.