મુંબઇઃ દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં એટીએસને મોટી સફળતા હાંસલ થઇ છે. એટીએસની ટીમ દ્વારા નાલાસોપારા પાલઘર વિસ્તારમાં વ્યાપક દરોડા પાડીને વિસ્ફોટકો અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાળા દરમિયાન પકડી લેવામાં આવેલા એક શખ્સની પુછપરછ ચાલી રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સ્વતંત્રતા દિવસ આડે કેટલાક દિવસ રહ્યા છે ત્યારે આ સફળતાને મોટી સફળતા તરીકે જાવામાં આવે છે. વેભવ નામના શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. બાતમીના આધાર પર આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતુ. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં મજબુત સુરક્ષા રાખવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઇને તૈયારી પણ કરવામાં આવી રહી છે. હુમલા કરવાની કોઇ યોજના હતી કે કેમ તે મામલે પુછપરછ ચાલી રહી છે. વેભવ નામના શખ્સના આવાસ અને દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.