અમદાવાદ: શહેરમાં પાર્કિગની નવી વ્યવસ્થા અને સગવડ ઉપલબ્ધ બનાવવા હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ આખરે અમ્યુકો સત્તાધીશોએ કામગીરી આરંભી છે અને શહેરમાં નાગરિકો ખાસ કરીને વાહનચાલકોની સુવિધા અને પાર્કિગ વ્યવસ્થા માટે વધુ ૪૮ સ્થળો આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને સરળતાથી પા‹કગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ટૂંક સમયમાં જ નવી પાર્કિગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી દેવાય તે દિશામાં તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ શહેરના રપ જેટલા જુદા જુદા પ્લોટમાં પે એન્ડ ર્પાકિંગની જાહેરાત બાદ અમ્યુકો તંત્ર દ્વારા હવે વધુ ૪૮ પ્લોટોમાં પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે તમામ ઝોનમાં સ્થાનિક સ્તરેથી વાહન પાર્કિગ ના પ્લોટ મળી રહેશે. આનાથી નાગરિકોની વાહન પા‹કગની સમસ્યા પણ અમુક અંશે આગામી દિવસોમાં હળવી થશે. શહેરમાં હવે કુલ ૭૩ પે એન્ડ પાર્કની સુવિધા અમદાવાદીઓને મળશે. અગાઉ તંત્ર દ્વારા નાગરિકોએ નજીકના સ્થળે પોતાના વાહન પાર્ક કરવાની સગવડ મળે તે માટે રપ પ્લોટ શોધી કાઢી તેમાં એક સમાન દરે પા‹કગ ચાર્જ વસૂલવાની કવાયત આરંભાઇ છે. ટૂંક સમયમાં નાગરિકોને આ તમામ પ્લોટમાં પે એન્ડ પાર્કનું સુવ્યવસ્થિત આયોજન ધરાવતી સુવિધા મળતી થશે. બીજી તરફ તાજેતરમાં હાઇકોર્ટ સમક્ષ સત્તાવાળાઓએ પ્રહલાદનગર, સિંધુ ભવન સહિતના પાંચ સ્થળે નવા મલ્ટીસ્ટોરિડ પાર્કિગ કોમ્પ્લેકસ બનાવવાનું આયોજન રજૂ કરવાની સાથે સાથે ૪૮ નવા પે એન્ડ પાર્કની વ્યવસ્થા પણ ઊભી કરવાનું આયોજન પ્રસ્તુત કર્યું હતું. જાણકાર સૂત્રોના મતે, આ તમામ નવા બનનાર પે એન્ડ પાર્કમાં હાલ પૂરતી નાગરિકોને ફ્રી પાર્કિગ કરી શકશે. તંત્રના ચોપડે બે હજાર જેટલાં સખીમંડળ નોંધાયેલા હોઇ ધોરણે સખીમંડળને સોંપાશે અને ત્યારબાદ પે એન્ડ પાર્કના સંચાલન માટેનાં ટેન્ડર બહાર પાડી તેમાં પણ પા‹કગના એકસમાન દર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ સત્તાધીશોના ૪૮ નવાં પે એન્ડ પાર્કનાં આયોજનમાં કુલ ૧,૩૬,૭૭પ ચો.મીટરની જગ્યામાં કુલ ર૦૯૮૪ ટુ વ્હીલર અને ૩ર૭૧ ફોર વ્હીલર મળીને કુલ ર૪રપપ વાહનનો સમાવેશ કરી શકાશે. તંત્રનાં ૪૮ નવા પે એન્ડ પાર્ક માટે સિવિક સેન્ટર, બગીચા, નેબરહૂડ સેન્ટર, ઇડબ્લ્યુએસ જેવા અન્ય હેતુના પ્લોટને પણ હેતુફેર કરાવીને પાર્કિગ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. સરસપુર ખાતે તો બંધ મિલની કપાતમાં મળેલી ૩૮૪૧ ચો.મી.ની જગ્યામાં ૪૮૦ ટુ વ્હીલર અને ૬૭ ફોર વ્હીલર મળીને કુલ ૧૪૭ વાહનના પાર્ક કરવાની જોગવાઇ ઊભી કરાઇ છે. આમ, શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને વાહન પાર્ક કરવાની સુવિધા મળી રહે તે દિશામાં તંત્રએ આયોજન હાથ ધર્યું છે.
કયા ૪૮ સ્થળ ઓળખાયા
– ચીમનલાલ ઈન્સ્ટિટયૂટ પાસે, જોધપુર
– પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર
– આનંદનગર રોડ
– નોવા વિલેજ ગાર્ડનની પાછળ, બોડકદેવ
– રાજપથ ક્લબની પાસે
– ગણેશ હાઉસિંગ પાસે, હેબતપુર
– એ.એમ.સી. પાણીની ટાંકી પાસે, સાયન્સ સિટી રોડ
– સિગ્નેચર કોમ્પ્લેક્સની સામે, થલતેજ
– આશ્કા ફ્લે઼ટની પાસે, ગોતા
– ગંગોત્રી સર્કલ પાસે-૧. નિકોલ
– ગંગોત્રી સર્કલ પાસે-૨. નિકોલ
– ખોડિયાર મંદિર પાસે. નિકોલ
– મનમોહન ચાર રસ્તા પાસે. નિકોલ
– શેલ્બી હોસ્પિ. પાછળ. નિકોલ
– ઓઢવ અંડરગ્રાઉન્ડ પમ્પિંગ સ્ટેશન પાસે
– રતનપુર ગામ પાસે.વસ્ત્રાલ
– હાટકેશ્વર બસ ટર્મિનલ
– દરિયાપુર દરવાજાની સામે,
– જમાલપુર પુલ નીચે ફાયર સ્ટેશન સામે
– ખાડિયા પોલીસ સ્ટેશન પાસે
– શિવાલય ફ્લેટ પાસે, ઓરેન્જ મોલની પાછળ
– શુકન એપા. પાસે, ચાંદખેડા
– સુરમ્ય ફ્લેટ, મોટેરા
– ઔડા તળાવ પાસે મોટેરા
– ટાઇગર ફ્લેટ પાસે, રેલવે લાઈન પાસે, નવા વાડજ
– શાસ્ત્રીનગર, નારણપુરા
– મહેસાણા સોસાયટી સામે, વાડજ
– મહેસાણા સોસા. સામે, વાડજ
– રાજહંસ સોસાયટી પાસે, નવરંગપુરા
– જે. પી. પાર્ક સામે, ચિલોડા
– ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં, ચિલોડા રોડ પર
– સારાભાઈ ફાર્મ હાઉસ પાસે, સરદારનગર
– એન.એ. ડેકોરેટ્સ પાસે, નરોડા ગામ તરફ
– હરિદર્શન ચાર રસ્તા, કઠવાડા રોડ પર
– સરદાર ચોકથી આગળ, અંદરના રોડ પર
– હોટલ તાજની પાછળ, એરપોર્ટ નજીક
– સરસપુર આંબેડકર હોલ પાસે
– મુખીની વાડી-૧ પાસે, ખરવાલા બસ સ્ટેન્ડ
– શંખેશ્વર એસ્ટેટની બાજુમાં, મિડકોની સામે
– સિલિકોન કોર્નર, બીબી તળાવ ચાર રસ્તા
– શ્યામ આઈકોનની પાછળ
– જોગેશ્વરી સોસાયટી પાસે
– ગોવિંદવાડી ડેવ કેશ્લ કોમ્પ્લેક્સની બાજુમાં
– એવલોન ફ્લેટની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા
– તક્ષશિલા સ્કૂલની બાજુમાં, અર્બુદાનગર, ઓઢવ
– સીટીએમ ચાર રસ્તા
– કાંકરિયા કિડ્સ સિટી પાસે
– ઝુલેલાલ ઓપન એર થિયેટરની બાજુમાં