મિશેલિને અમદાવાદમાં એક છત હેઠળ ટ્રક સર્વિસ સેન્ટર કે જે ૩૫૦૦ ચોરસફૂટ ક્ષેત્રમાં ફેલાયેલુ છે તેવા એમટીએસસી (મિશેલિન ટ્રક સર્વિસ સેન્ટર)નું ઉદધાટન કર્યું હતું.
આ એક છત હેઠળનું સેન્ટર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કોમ્પ્યુટરાઈઝ્ડ એલાઈનમેન્ટ મશીન, ટાયર રિપેર મશીન, ટાયર ફિટમેન્ટ અને રોટેશન સુવિધાઓ વગેરે સહિત અત્યાધુનિક સુવિધાઓ સાથે ટ્રકો અને બસો માટે પરિપૂર્ણ ટાયર સંબંધી સેવાઓ આપે છે.
મિશેલિન ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ મોહન કુમારે જણાવ્યું હતું કે ગુજરાતનું વ્યાવસાયિક કેન્દ્ર અમદાવાદમાં અમારું પ્રથમ એમટીએસસી લાવવા માટે શેહઝાદ કુરેશી, સલીમ ઉમાદિયા અને સાજીદ પરમાર સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે. અમે દેશમાં અમારું એમટીએસસી નેટવર્ક વિસ્તારી રહ્યા છીએ ત્યારે અમારું લક્ષ્ય અમારા ગ્રાહકો સુધી પહોંચીને તેમને યોગ્ય રેડિયલ ટાયરોની પસંદગી કરવા વિશે માહિતગાર કરવાનું છે. અમદાવાદ અને આસપાસના પ્રદેશના ફ્લીટ માલિકો અને ઓપરેટરો ઉચ્ચ ગુણવત્તાની મિશેલિન પ્રોડક્ટો, સેવાઓ અને સલાહ પ્રાપ્ત કરવાની ખાતરી રાખી શકે છે.
મિશેલિને જુલાઈ ૨૦૦૯માં ભારતમાં પ્રથમ એમટીએસસી શરૂ કર્યું હતું અને તે સમયથી ૧૩ રાજ્યોમાં અલગ અલગ ફોર્મેટ્સમાં ૫૭ સ્ટોર્સની તેની ટ્રક અને બસ ટાયર વિતરણની પહોંચ વિસ્તારી છે. એમટીએસસી ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની મિશેલિન પ્રોડક્ટો અને સેવાઓ થકી ટાયર જાળવણી માટે ઓછો ડાઉનટાઈમ સમય અને બહેતર વાહન સંચાલન ખર્ચ માટે ઓછા ડાઉનટાઈમ સાથે ફ્લીટ્સની સંચાલન કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ થતી વ્યાવસાયિક ટેક્નિકલ સેવાઓની વ્યાપક શ્રેણી માટે ગુણવત્તા અને આરામદાયક વાતાવરણ ગ્રાહકોને પૂરું પાડવા કટિબદ્ધ છે.