લોડર્સ: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી લોડ્ર્સના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ શ્રેણીમાં બરોબરી કરવી માટે ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. ચેતેશ્વર પુજારાને તક આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં કોહલીએ જોરદાર દેખાવ કર્યા બાદ તેના પર ખાસ નજર રહેશે. જો કે ફ્લોપ રહેલા અન્ય ખેલાડીઓ પણ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે.
બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જારદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જાઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમાં તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. જો કે તે પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે.
હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. હાલમાં ઇંગ્લેન્ડ ૧-૦ની લીડ ધરાવે છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમા રશિદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ ભારતને ભારે પડી શકે છે. ટીમની જે રીતે પસંદગી કરવામાં આવી છે તે જોતા તે વધારે સારી અને સંતુલિત ટીમ છે.
મેચને લઇને ચાહકો માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. કોહલી અને રૂટ વચ્ચે સ્પર્ધા છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડની ટીમ ઃ જાઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જાઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જાહની બેરશો,
ભારતીય ટીમ ઃ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર.