ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ભારતે શ્રીલંકાને ૯૩ રને હરાવ્યું
કટક ખાતે રમાયેલ પ્રથમ ટી-૨૦આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતનો ૯૩ રને ભવ્ય વિજય મેળવ્યો છે.
ઓપનર લોકેશ રાહુલના ૬૧ અને મહેન્દ્રસિંહ ધોનીના અણનમ ૩૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ૩ વિકેટે કુલ ૧૮૦ રનના સ્કોર સુધી ભારતીય ટીમ પહોંચી હતી. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
શ્રીલંકા તરફથી સૌથી વધુ ૨૩ રન તરંગાએ બનાવ્યા હતા. ૧૮૧ રનના લક્ષ્યાંકને પીછો કરતા ૧૬ ઓવરમાં ૮૭ રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતીય બોલરો પ્રશંસનીય દેખાવ કર્યો હતો. ચહલે સોથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિકે ૩, ઉનડકટે ૧ અને કુલદીપે ૨ વિકેટ ઝડપી હતી.
ધોનીએ ૨૨ બોલમાં ૪ ફોર અને ૧ સિક્સની મદદથી અમનમ ૩૪ રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે ૪૮ બોલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૬૧ રન બનાવ્યા હતા.