મુંબઈઃ એચડીએફસી એએમસીના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થશે. ૨૫-૨૭ જુલાઈ દરમિયાન તેના આઈપીઓના કારણે તેજી રહી હતી. આ આઈપીઓ ૮૩ ગણો છલકાયો હતો. શેરબજાર સાથે જોડાયેલા કારોબારીઓ માને છે કે આ શેરને સારો પ્રતિસાદ શરૂઆતમાં મળી શકે છે અને કારોબારીઓ તેમાં ખરીદી માટે ઉત્સાહ દર્શાવી શકે છે.
એચડીએફસી એએમસી ભારતમાં સૌથી વધારે નફા કરતા ફંડ હાઉસ પૈકી એક છે. માર્ચ-૨૦૧૮માં પુરા થયેલા વર્ષ માટે તેનો નફો ૭૨૨ કરોડ રૂપિયાનો રહ્યો હતો. બીજા નંબર ઉપર તેની સંપત્તિ રહેલી છે. લોકલ મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હેઠળ તે હાલમાં બીજા સ્થાન ઉપર છે. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા આવતીકાલે શેરબજારમાં એન્ટ્રી કરવામાં આવનાર છે.
ગયા સપ્તાહમાં આઈપીઓ વેળા તેની ઓફર માટે પ્રાઈસબેન્ડની રકમ ૧૦૫૧-૧૧૦૦ રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. ૨૫૪૫૭૫૫૫ શેરનો આઈપીઓ હતો. એચડીએફસી એએમસી હાઉસીંગ ડેવલપોમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન અને સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે જાઈન્ટ વેન્ચર તરીકે છે. માર્ચના અંતે એચડીએફસી એએમસીની કુલ સંપત્તિ ત્રણ લાખ કરોડ રૂપિયાની નોંધાઈ હતી. રિલાયન્સ નિપ્પોન લાઈફ દ્વારા ગયા વર્ષે ૧૫૪૨ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. હાલ આઈપીઓ બજારમાં તેજી છે.