નવી દિલ્હીઃ ૨૦૧૯ની ચૂંટણી પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપને એકબાજુ સંયુક્ત વિપક્ષનો સામનો કરવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં ભાજપને દલિત-ઓબીસીમાં તેમના સપોર્ટ બેઝ ઉપરાંત હિન્દુત્વ એજન્ડા પર નજર કેન્દ્રિત કરી લીધી છે. આજ કારણસર ભાજપે એકબાજુ પછાત સમુદાય સાથે જોડાયેલા બિલોને ઝડપથી આગળ વધાર્યા છે. બીજી બાજુ ગેરકાયદે પ્રવાસીઓને લઈને પણ મોરચો ખોલી દીધો છે.
ભાજપને દલિત-ઓબીસી બીલને લઈને આશા દેખાઈ રહી છે. એનઆરસીને લઈને પણ આશા દેખાઈ રહી છે. ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ અને પાર્ટીના હોદ્દેદારોનું કહેવું છે કે આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો મામલો ખાસ કરીને પૂર્વીય રાજ્યો અને હિન્દી પટ્ટીમાં ભાજપ માટે વોટ એકત્રિત કરવાનું કામ કરી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંસદથી લઈને માર્ગો સુધી દરેક જગ્યાએ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે.
અમિત શાહ પ્રચારમાં ભાજપને એકલા રાષ્ટ્રીય સુરક્ષાના મામલાને ધ્યાન રાખનાર પાર્ટી તરીકે ગણાવીને વિપક્ષ પર પ્રહાર કરી રહ્યા છે. વિપક્ષને વોટબેંકની રાજનીતી રમનાર પાર્ટી તરીકે ગણાવી રહ્યા છે. પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ આક્રમક રીતે હિન્દુત્વના એજન્ડા પર પરત ફરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.