શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર કલમ ૩૫-એની કાયદેસરતાને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. કલમ ૩૫-એની કાયદેસરતાને પડાકર ફેંકતી અરજી પર હવે જે સુનાવણી થનાર છે તેમાં તર્કદાર દલીલો રજુ કરવામાં આવનાર છે.
૩૫-એ કલમ રાજ્યને વિશેષ અધિકાર ઉપલબ્ધ કરાવે છે. આને લઈને વિરોધ કરનાર અને સમર્થન કરનાર લોકો આમને સામને આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ એક અરજી દાખલ કરીને માહિતી આપવામાં આવી છે કે આગામી પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી તથા મ્યુનિસિપલ ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે.
જેથી આ અરજી પર સુનાવણી હાલ હાથ ધરવામાં ન આવે તે જરૂરી છે. રાજ્ય સરકરા દ્વારા કરવામાં આવેલી રજુઆતને આવતીકાલે ધ્યાનમાં લેવામાં આવશે.