અમદાવાદઃ પેન ઇન્ડિયા વેલ્યૂઅર્સ ફેડરેશને આજે અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશનમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોર્પોરેટ અફૈર્સ મંત્રાલય દ્વારા નોટિફાઇડ કંપનીઝ (વેલ્યૂઅર્સ એન્ડ વેલ્યૂએશન) રુલ્સ ૨૦૧૭માં આપવામાં આવેલા ક્લોઝ પર સવાલ ઉઠાવ્યા છે. આ રુલ્સ દેશના હજારો વેલ્યૂઅર્સ દ્વારા મોકલાવામાં આવેલા ઓબજેક્શનોને ટાળીને નોટિફાઇડ કરવામાં આવ્યા છે. ફેડરેશન અનુસાર આ રુલ્સ ભ્રષ્ટાચાર અને અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે તથા અયોગ્ય લોકો માટે આ ક્વાલિફાઇડ ટેકનિકલ પ્રોફેશન માટે રાહ ખોલી દેશે.
પેન ઇન્ડિયા વેલ્યૂઅર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી ઇન્જીનિયર કપિલ અરોડા અને ચંડીગઢના આર્કિટેક્ટ રમનદીપ સિંહે જણાવ્યું કે, અપ્રૂવ્ડ વેલ્યૂઅરની પરિભાષા વેલ્થ ટેક્સ એક્ટ ૧૯૫૭ રુલ ૮Aમાં નિર્ધારિત કરવામાં આવી છે. દરેક બેન્કો માટે આ જરૂરી છે કે વેલ્યૂએશન કરાવે, પરંતુ બદનશીબે બેન્કોએ બોગસ ડિગ્રીવાળાઓને ઇનપેનલ્ડ કર્યા છે. એનપીએની પાછળ મુખ્ય કારણ વેલ્યૂઅર્સ નથી, પરંતુ ખાનગી સંગઠનો તથા ઇન્ડિયન બેન્ક એસોસિએશન દ્વારા આપખુદ વલણથી થોપવામાં આવેલી પરિભાષા છે જે વેલ્થ ટેક્સ એક્ટના રુલ ૮Aથી અલગ છે જેના કારણએ આ ટેકનિકલ પ્રોફેશનમાં નાોનટેકનિકલ લોકો પણ પ્રવેશી રહ્યા છે. આ મુદ્દાને ઉકેલવાને બદલે, વેલ્યૂઅર્સને પચાસ કલાક માટે એક ખાનગી કોર્ષ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ કહેવું જરૂરી છે કે ભારત સરકારના ૨૦૦૭ના ગૈજેટ નોટિફિકેશન પ્રમાણે સરફાસી એક્ટ ૨૦૦૨ અંતર્ગત આ જરૂરી છે કે દરેક સિક્યોર્ડ ક્રેડિટર્સ જેમકે બેન્ક ઓફ ફાઇનાન્સિયલ સંગઠનોને અપ્રૂવ્ડ વેલ્યૂઅર્સ દ્વારા વેલ્યૂએશન કરાવવું જરૂરી છે.
કોઇપણ પ્રોફેશનલને સરકારી અપ્રૂવ્ડ વેલ્યૂઅર્સ માટે દસ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, જ્યારે કે કંપનીઝ રુલ્સ અનુસાર આ માત્ર પાંચ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી આ પ્રોફેશનનું સ્તર નીચે જતું જાય છે. બેન્કો દ્વારા આ સરફાસી અપ્રૂવ્ડ વેલ્યૂઅર્સ ઉપરાંત કોઇ અન્યથી કરવામાં આવેલ વેલ્યૂએશન ગેરબંધારણીય અને અમાન્ય છે.
હરિયાણા વેલ્યૂઅર્સ એસોસિએશનના અધ્યક્ષ ઇન્જીનિયર સંજય વર્મા અને પંજાબથી આવેલા ઇન્જીનિયર સત્યજીત ધીરે જણાવ્યું કે, આ સોલવૈંસી એન્ડ બૈંકરેપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઇબીબીઆઇ) આરવીઓજને અપ્રૂવ્ડ કરે છે જેને ભારતમાં નક્કી કોર્ષનું કોઇ પણ જ્ઞાન નથી હોતું. તેમણે આરોપ લગાવ્યો કે વેલ્યૂએશનમાં ગેરબંધારણીય સર્ટિફિકેટ કોર્ષ સંચાલિત કરીને આ પ્રોફેશનનું નામ ખરાબ કરી થઇ રહ્યું છે. સુપ્રીમકોર્ટે માર્ગદર્શિકા અનુસાર જે કોઇ કોર્ષ યૂજીસી કે એઆઇસીટીઇ દ્વારા પાસ થયું નથી તે ગેરકાયદેસર માનવામાં આવશે અને ભારતમાં તેમની કોઇ માન્યતા નહી હોય.
પેન ઇન્ડિયા વેલ્યૂઅર્સ ફેડરેશન એક અવાજમાં નવા કાયદામાં સુવ્યવસ્થિત કરી સુધારો કરવાની માંગ કરે છે જેનાથી સામાન્ય જનતાને આનો લાભ મળી શક. ફેડરેશન માંગ કરે છે કે પચાસ કલાકની ટ્રેનિંગ અને આરવીઓ જેવા ખાનગી સંગઠનોની સભ્યતાને અનિવાર્ય બનાવવાની સાથે સાથે હાલના સરકારી રજીસ્ટર્ડ વેલ્યૂઅર્સ માટે આઇબીબીઆઇ દ્વારા સંચાલિત પરીક્ષાના નિર્ણયોને પાછા ખેંચવામાં આવે. ફેડરેશને સૂચવ્યું છે કે અન્ય પ્રોફેશનોની જેમ વેલ્યૂએશનનાસ્તરને સુધારવા માટે ભારત સરકાર નવા વેલ્યૂઅર્સ માટે બે વર્ષની ટ્રેનિંગની જાગવાઇ રાખે. અંતમાં સભ્યોએ વેલ્યૂઅર્સ બિલ પાસ કરવા પર ભાર મૂક્યો.