નવીદિલ્હીઃ નાણામંત્રી પીયુષ ગોયેલના નેતૃત્વમાં શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. બેઠક બાદ નાણામંત્રી પીયુષ ગોયેલે કહ્યું હતું કે, રાજ્ય ઝડપથી રુપે કાર્ડ અને ભીમ એપ મારફતે ડિજિટલ ચુકવણી પર જીએસટીમાં છુટછાટનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે.
આ ઉપરાંત જીએસટી કાઉન્સિલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સેક્ટર સાથે સંકળાયેલા મામલાઓને જોવા માટે નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુલ્કના નેતૃત્વમાં મંત્રીમંડળની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ મંત્રીમંડળમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને પંજાબ તથા કેરળના નાણામંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે એમએસએમઈ સેક્ટરમં કાનૂની અને પ્રક્રિયાઓથી જોડાયેલા મામલોની દેખરેખ માટે લો કમિટિની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ ઓફિસરનો સમાવેશ થાય છે. ટેક્સ રેટ સાથે સંકળાયેલા પ્રશ્નોને ટેક્સ ઓફિસરની ફિટમેન્ટ કમિટિ જોશે.
ડિજિટલ ચુકવણી પર ઇન્સેvd’fવના મુદ્દે નાણામંત્રી ગોયેલે કહ્યું હતું કે, આ પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે શરૂ કરવામાં આવશે અને ઇચ્છુક રાજ્યોને તેને શરૂ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટના આધારે રાજસ્વમાં થયેલા ફાયદા અને નુકસાન અંગે અવલોકન કરીશું. આના અમલ બાદ રુપેકાર્ડ અને ભીમ યુપીઆઈ મારફતે પેમેન્ટ કરનાર ગ્રાહકોને કુલ જીએસટી રકમ પૈકી ૨૦ ટકા અથવા તો ૧૦૦ રૂપિયા (જે પણ વધુ હોય) કેસ બેંક અપાશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૨૮ અને ૨૯મી સપ્ટેમ્બરના દિવસે ગોવા ખાતે યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.