બીએસઈએ માઈક્રોસોફ્ટ અને શેપહટ્ર્ઝ સાથે ભાગીદારીમાં સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પરથી ઓન-ડિમાન્ડ ડેટા અને માહિતી પૂરી પાડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ‘ચેટબોટ’ ‘આસ્ક મોટાભાઈ’ લોન્ચ કર્યું હતું.
બીએસઈ એક્સચેન્જ પર લીસ્ટેડ ૫,૦૦૦થી વધુ કંપનીઓની સ્ટોક પ્રાઈસ, કોર્પોરેટ પરીણામો અને જાહેરાતોની માહિતી રીયલ ટાઈમમાં તેની વેબસાઈટ (www.bseindia.com) પર ઉપલબ્ધ કરાવવા માગે છે. રોકાણકારો ખાસ કરીને નાના અને રીટેલ રોકાણકારો માટે તેની વેબસાઈટને વધુ સાનુકૂળ અને ઝડપી બનાવવા બીએસઈએ એઆઈ આધારિત ચેટબોટ ‘આસ્ક મોટાભાઈ’ રજૂ કર્યું છે, જેમાં યુઝર સાથે ટેક્સ્ટ આધારિત વાતચીત થઈ શકે છે અને બીએસઈની વેબસાઈટ ગ્રાહકોને કસ્ટમાઈઝિડ માહિતી આપશે. માઈક્રોસોફ્ટના બોટ ફ્રેમવર્ક, કોગ્નિટિવ સર્વિસીસ, ક્યુએનએ મેકર અને માઈક્રોસોફ્ટ એઝ્યોર ક્લાઉડ પર ભાષા સમજતી ઈન્ટેલિજન્ટ સર્વિસનો ઉપયોગ કરીને આ ‘ચેટબોટ’ બનાવવામાં આવ્યું છે.
સ્ટોક પ્રાઈસ અને કોર્પોરેટ સમાચારો ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેરિવેટિવ્સ અને આઈપીઓ જેવા વિવિધ નાણાકીય સાધનો અંગે માહિતી માટે મુલાકાતીઓ બીએસઈની વેબસાઈટ જાઈ શકશે. આથી ‘ચેટબોટને બજાર સંબંધિત પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પણ પ્રોગ્રામ કરાઈ છે. જેમ કે ‘નવો આઈપીઓ કયો છે?’ અને ‘કયા સ્ટોક્સ તેમના ૫૨ સપ્તાહની ટોચે ટ્રેડિંગ થઈ રહ્યા છે?’ જેવા પ્રશ્નોના જવાબ તેના પરથી મેળવી શકાશે. ઉપરાંત તેને કોર્પોરેટ કામગીરી અને સ્ટોકના ભાવ સંબંધિત પ્રશ્નોનો પણ ઉકેલ લાવવા પણ સક્ષમ બનાવાઈ છે.’
આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, ‘બીએસઈની પોતાની ચેટબોટ ‘આશ્ક મોટાભાઈ’નું લોન્ચિંગ કરતાં અમને ગર્વ થાય છે. બીએસઈ હંમેશા ટેક્નોલોજી આધારિત આગેકૂચ કરવામાં હંમેશા અગ્રેસર રહે છે અને આ ચેટબોક્સની રજૂઆત ગ્રાહકોને અવિરત અનુભવ આપવાના બીએસઈના સાતત્યપૂર્ણ પ્રયાસોની વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે. ચેટબોટ સાથે અમે અમારા ગ્રાહકોને વધુ સારી સેવા આપવા અને કોઈપણ ચેનલ કરતાં વધુ ઝડપથી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ થઈ શકીશું.’
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પાર્ટનર ઈકોસિસ્ટમના જનરલ મેનેજર રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, ‘આપણે જે પણ કંઈ કરીએ છીએ તેમાં એઆઈ પ્રેરિત ઈન્ટેલિજન્ટ ટેક્નોલોજી સાથે માનવીય ચાતુર્ય વધારવાનો અમારો ધ્યેય છે. અમે એઆઈ સર્વિસીસ અને ટૂલ્સનું શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, જે અમારા ડેવલપર્સ અને ભીગાદારો દ્વારા કરાયેલા ઈનોવેશન્સને ઝડપી અને વધુ સુલભ બનાવે છે. ટેક્નોલોજી, ઉત્પાદન નવીનતા અને ગ્રાહક સેવામાં શ્રૈષ્ઠ વૈશ્વિક કાર્યપદ્ધતિ સાથે એક અગ્રણી સ્ટોક એક્સચેન્જ તરીકે ઊભરી આવવાના તેના વિઝનમાં બીએસઈ સાથે જાડાતા અમને ખૂબ જ આનંદ થાય છે.’
માઈક્રોસોફ્ટના પાર્ટનર શેપહર્ટ્ઝે સાહજિક મેનેજમેન્ટ કન્સોલ અને ચેટબોટના વપરાશની પેટર્ન્સ, નિરાકરણ આવેલા તથા વણઉકલ્યા પ્રશ્નોનું વિશ્લેષણ મેળવવા ડેશબોર્ડ અને આંતરિક માહિતી સિસ્ટમ્સના સંચાલન સાથે ચેટબોટ ડિલિવર કરી છે. બીએસઈ વેબસાઈટનો ટ્રાફિક એડટજસ્ટ કરવા ફ્લાય પર ચેટબોટ સ્કેલ છે.
શેપહર્ટ્ઝના સ્થાપક અને સીઈઓ સિદ્ધાર્થ ચંદુરકરે જણાવ્યું હતું કે, ‘શેપહર્ટ્્ઝ બીએસઈની આઈકોનિક વેબસાઈટ માટે ઈન્ટેલિજન્ટ એઆઈ બીઓટી પૂરું પાડવામાં માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરતાં ગર્વ અનુભવે છે. ચેટબોટ બીએસઈ ગ્રાહકોને હોમપેજમાંથી માહિતી મેળવવાનો અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો અવિરત અનુભવ પૂરો પાડે છે.’