નવી દિલ્હી : રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થતાની સાથેજ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે જ એનઆરસીન મુદ્દા પર હોબાળો શરૂ થયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નિવેદનને લઇને હોબાળો જારી રહ્યો હતો. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ અમિત શાહના નિવેદનના કેટલાક હિસ્સાને દુર કરવા માટેની માંગ કરી હતી.
રાજીવ ગાંધી બાદના પીએમના સાહસને લઇને કરવામાં આવેલી ટિપ્પણીને રેકોર્ડ પરથી દુર કરવા માટે શર્માએ માંગ કરી હતી. અધ્યક્ષ વેકૈયા નાયડુએ પરંપરાનો હવાલો આપીને અમિત શાહને નિવેદન પૂર્ણ કરવા આમંત્રણ આપ્યુ હતુ. જો કે ધાંધળ ધમાલ જારી રહી હતી. ગઇકાલે મંગળવારના દિવસે પણ આ મુદ્દે વારંવાર કાર્યવાહી મોકુફ કરવામાં આવી હતી.
અગાઉ અમિત શાહે ગકાલે રાજ્યસભામાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમારામાં હિંમત હતી જેથી અમે આ કામ કરી શક્યા છીએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા આની પહેલ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ કરી હતી. કોંગ્રેસની પાસે આસામ સમજૂતિને લાગૂ કરવાની હિંમત ન હતી. ભાજપ સરકારે હિંમત દર્શાવીને આ કામ કર્યું છે. એનઆરસીના વિરોધને દેશમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાનું જણાવીને આની ટીકા કરી હતી.