બર્મિગ્હામઃ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી બર્મિગ્હામમાં શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચક કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે.
લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. રોમાંચની સાથે સાથે નીચે મુજબ છેઃ
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ખૂબ જ રોમાંચક બની શકે છે
- બંને ટીમો જારદાર દેખાવ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતી
- ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ એલિસ્ટર કુક અને જાઇ રૂટના ભવ્ય દેખાવ પર વધારે આધારિત છે
- બોલરોમાં ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પર તમામની નજર રહેશે
- ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે
- દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ તરીકેની પ્રતિષ્ઠા જેવો દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર
- વર્ષ ૨૦૧૪માં ભારતીય ટીમે છેલ્લે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતા
- વર્ષ ૨૦૧૪માં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૩-૧થી જીતી હતી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં થયા બાદ તમામ ટેસ્ટ મેચોના પરિણામ આવ્યા હતા
- છેલ્લે ધોનીના નેતૃત્વમાં કોહલી વર્ષ ૨૦૧૪માં ઇગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં બિલકુલ ફ્લોપ સાબિત થયો હતો
- કોહલી એ શ્રેણીમાં ૧૩.૪૦ રનની સરેરાશ સાથે ૧૩૪ રન બનાવ્યા હતા
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ ૧૧૭ ટેસ્ટ મેચો રમાઇ છે જે પૈકી ભારતે ૨૫ અને ઇંગ્લેન્ડે ૪૩ ટેસ્ટ મેચો જીતી છે. ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરાઇ છે
- ઇંગ્લેન્ડમાં બંને ટીમો વચ્ચે ૫૭ ટેસ્ટ મેચો રમાઇ છે જે પૈકી ભારતે છ અને ઇંગ્લેન્ડે ૩૦ ટેસ્ટ મેચો જીતી છે. ૨૧ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે