નવીદિલ્હીઃ એપ્રિલ-જૂન માટે ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૪.૨૯ ટ્રિલિયન રૂપિયાનો અથવા તો ૬૨.૫૭ અબજ ડોલરનો રહ્યો છે અથવા તો વર્તમાન નાણાંકીય વર્ષ માટેના બજેટ ટાર્ગેટ કરતા ૬૮.૭ ટકા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ આંકડો ૮૦.૮ ટકાની આસપાસનો હતો.
ભારતમાં આ વર્ષે આંકડામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. આ નાણાંકીય વર્ષમાં જીડીપીના ૩.૩ ટકા સુધી ડેફિસિટ ઘટે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. માર્ચ ૨૦૧૯માં પૂર્ણ થનાર ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નેટ ટેક્સ રિસિપ્ટનો આંકડો ૨.૩૭ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે. સરકારી આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી.
જાણકાર લોકો એમ પણ માની રહ્યા છે કે, ભારત આ નાણાંકીય વર્ષમાં ડેફિસિટને જીડીપીના ૩.૩ ટકા સુધી ઘટાડવામાં સફળ રહેશે. વર્ષ ૨૦૧૭-૧૮માં જીડીપીના ૩.૫ ટકાના સુધારવામાં આવેલા ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ પગલાઓનો દોર હજુ જારી રહે તેવા સંકેત છે. છેલ્લા કેટલાક વર્ષથી લેવામાં આવી રહેલા સારા પગલાના પરિણામ સ્વરુપે ફિસ્કલ ડેફિસિટનો આંકડો ઉલ્લેખનીયરીતે ઘટી રહ્યો છે. એપ્રિલ-જૂનમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૪.૨૯ ટ્રિલિયન રૂપિયા રહ્યો છે જે સ્થિતિ સમજાવે છે.
અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, ફિસ્કલ ડેફિસિટને કાબૂમાં લેવામાં હજુ પણ વધુ શિસ્તના પગલા લેવાની જરૂર છે. નાણાંકીય ક્ષેત્રમાં વધુ અસરકારક પગલા લેવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં હાલમાં આવેલા આંકડા આશાસ્પદ દેખાઈ રહ્યા છે. સરકાર પણ આશાવાદી બનેલી છે.