અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં ટીવીએસ જયુપીટર, અપાચી સહિતની અનેકવિધ વ્હીકલ પ્રોડક્ટ સાથે ચેતક ટીવીએસના નવા અને આકર્ષક શો-રૂમનું આજે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ટીવીએસનો આ ચેતક ટીવીએસ શો-રૂમ અનોખા કન્સેપ્ટ સાથે શરૂ કરવામાં આવ્યો છે કે જેમાં ગ્રાહકોને ત્વરિત સેવા, સર્વિસ સહિતની બાબતોમાં પૂરો સંતોષ, ફોન પર હોમ ડિલીવરી, બ્રેક ડાઉન સર્વિસ સહિતની અનોખી સેવા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ બનાવવામાં આવશે. એટલું જ નહી, અમદાવાદનો આ પહેલો એવો શો-રૂમ હશે કે જે બોપલના સ્થાનિક રહીશોને એક પારિવારિક ભાવનાથી તેમની સાથે સાંકળી તેમને ટીવીએસની તમામ સેવા પૂરી પાડશે.
બોપલના ચેતક ટીવીએસ શો-રૂમના લોન્ચીંગ પ્રસંગે ચેતક ટીવીએસના ડાયરેકટર ઉશ્મીતા શાહ, કૈરવ શાહ, ટીવીએસ કંપનીના અમદાવાદના એરિયા સેલ્સ મેનેજર સંજય બિશ્વાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. જૈન એરાઇઝ ગ્લોબલ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચેતક ટીવીએસના ડાયરેકટર ઉશ્મીતા શાહ અને ટીવીએસ, અમદાવાદના એરિયા સેલ્સ મેનેજર સંજય બિશ્વાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ટીવીએસ કંપનીએ ટુ વ્હીલર માર્કેટમાં પાછલા કેટલાક વર્ષોમાં જારદાર હરણફાળ ભરી સર્વોચ્ચતાના શિખરો સર કર્યા છે. ખાસ કરીને થોડા જયાદાના નવા કન્સેપ્ટ સાથે ટીવીએસ જયુપીટર સૌથી વધુ વેચાતી અને લોકપ્રિયતા ધરાવતું ટુ વ્હીલર બની રહ્યું છે.
અમદાવાદમાં મહિને ચાર હજાર અને ગુજરાતભરમાં દર મહિને દસથી બાર હજાર ટીવીએસ જયુપીટર હાલ વેચાઇ રહ્યા છે, જેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ટીવીએસ જયુપીટરની લોકપ્રિયતા અને લોકોની વધી રહેલી ડિમાન્ડને ધ્યાને લઇ કંપનીએ હવે પેટ સિલ્વર અને વલ્નટ બ્રાઉન કલરમાં નવા મોડેલ લોન્ચ કર્યા છે. એટલું જ નહી, અપાચી બાઇકમાં પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. જયારે લોઅર અને મીડલ કલાસમાં સૌથી વધુ લોકપ્રિય બનેલી ટીવીએસની એક્સએલ-૧૦૦ મોપેડ હવે ઇલેક્ટ્રીક સ્ટાર્ટ ફોર્મેટમાં લોન્ચ થયું છે.
આમ, છેલ્લા કેટલાક સમયમાં ટીવીએસની પ્રોડકટ્ના વેચાણ અને લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં ટીવીએસ જયુપીટરનું વેચાણ સૌથી વધુ અને વિક્રમી રહ્યું છે. દરમ્યાન શો-રૂમનું નામ ચેતક રાખવા પાછળનું કારણ સમજાવતાં ડાયરેકટર ઉશ્મીતા શાહ અને કૈરવ શાહે જણાવ્યું હતું કે, ચેતક એ દેશના મહાન સપૂત મહારાણા પ્રતાપના ઘોડાનું નામ હતું. આજના સ્પર્ધાત્મક યુગમાં જો બધાથી અલગ અને આગળ રહી સર્વોચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરવું હોય તો તે માટે ઝડપ અને તે પ્રકારનું મોમેન્ટમ અનિવાર્ય છે અને તે હેતુથી જ ચેતક ઘોડાની જેમ અમે પણ ટીવીએસની સેવા આપવામાં બધા કરતાં અગ્રેસર રહેવા માંગીએ છીએ. તેમણે ઉમેર્યું કે, આવતા મહિને ચેતક ટીવીએસ તરફથી બોપલ વિસ્તારની સોસાયટીઓમાં ઘરે-ઘરે જઇ ટીવીએસના વ્હીકલ્સ-પ્રોડક્ટ, સેવાઓ સહિતના પાસાઓની જાણકારી અને માર્ગદર્શન માટે ખાસ ઝુંબેશ ચલાવાશે. સાથે સાથે સ્થાનિક લોકો માટે સામાજિક સેવા અને લાભના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.