મનમર્જિયા ફિલ્મની રજૂઆત માટેની તારીખ ફરીથી બદલી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : અભિષેક બચ્ચન અને તાપ્સી પન્નુની ફિલ્મ મનમર્જિયાની રજૂઆતની તારીખ ફરી એકવાર બદલી નાંખવામાં આવી છે. આ ફિલ્મની રજૂઆતની તારીખ પહેલા પણ કેટલીક વખત બદલી દેવામાં આવી છે. ફિલ્મ એક લવ સ્ટોરી છે. જેમાં અભિષેકની મુખ્ય ભૂમિકા હોવાની માહિતી મળી રહી છે. હવે છેલ્લા કાર્યક્રમ મુજબ ફિલ્મને નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ પહેલા રજૂ કરવામાં આવનાર છે.

એટલે કે ફિલ્મ હવે ૨૧મી સપ્ટેમ્બરના બદલે ૧૪મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે પહેલા એક વખતે ફિલ્મની રજૂઆતની તારીખને સાતમી સપ્ટેમ્બરથી બદલીને ૨૧મી સપ્ટેમ્બર કરવામાં આવી હતી. પંજાબની પૃષ્ઠ ભૂમિ પર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ૧૪મી સપ્ટેમ્બરના દિવસે ફિલ્મ રજૂ થતી હોવાથી હવે બોક્સ ઓફિસ પર શાહિદ કપુર, શ્રદ્ધા કપુર અને યામી ગૌતમની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુથી ટકરાવવાની સંભાવના ખતમ થઇ ગઇ છે.

ફિલ્મમાં અભિષેક બચ્ચન લાંબા સમય બાદ એન્ટ્રી કરી રહ્યો છે. બીજી બાજુ તાપ્સી ફિલ્મમાં સતત કામ કરી રહી છે. તેની ઉપરાઉપરી ફિલ્મો આવી રહી છે. તેની હાલમાં જ સુરમા નામની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તેની રિશિ કપુરની સાથે મુલ્ક પણ રજૂ કરવામાં આવી રહી છે.

ફિલ્મમાં વિકી કોશલ પણ નજરે પડનાર છે. ફિલ્મ અનુરાગ કશ્યપ બનાવી રહ્યા છે. ફિલ્મમાં કેટલાક કલાકારો તેમની ભૂમિકાને લઇને આશાવાદી છે. ખાસ કરીને તાપ્સી હાલમાં બોલિવુડમાં એક કુશળ અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. તેની તમામ ફિલ્મો સફળ સાબિત થઇ રહી છે. અભિતાભ બચ્ચન સાથે પિન્ક બાદ તેની બોલબાલા વધી છે.

Share This Article