કંગના રાણાવત ઝાંસી કી રાનીને લઇને ખુબ વ્યસ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં પોતાની સાહસી પ્રવૃતિઓ અને બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી કંગના રાણાવત હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે. તે મણિકર્ણિકા ઝાંસી કી રાની ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા હાલ ભારે મહેનત કરી રહી છે.

આ ફિલ્મમાં તે ઝાંસી કી રાનીના રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મ આગામી વર્ષે ૨૫મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. તમામને આ ફિલ્મ ગમી જાય તેવી શક્યતા છે.હાલમાં તો કંગનાના લાખો ચાહકો તેની શાનદાર એક્ટિંગ જાવા માટે ઉત્સુક છે. તે રિવોલ્વર રાની, ક્વીન, તનુ વીડ્‌સ મનુ જેવી યાદગાર ફિલ્મો કરી ચુકી છે. પોતાના નામ પર ફિલ્મને સફળ કરનાર કંગના અભિનેત્રી તરીકે તમામ કરતા આગળ રહી છે. ઝાંસી કી રાની ફિલ્મને લઇને પણ તે ભારે આશાવાદી છે. ફિલ્મને લઇને તે ટ્રેનિંગ પણ લઇ ચુકી છે.

 ગયા વર્ષે તે પોતાની પર્સનલ લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી હતી. તેના નિવેદનના કારણે પબ્લિક  ડિબેટ પણ જોવા મળી હતી. કંગનાએ એક બોલિવુડ અભિનેતા સાથે પોતાના રિલેશનશીપને લઇને વાત કરીને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ બોલિવુડના અનેક કલાકારો તેના સમર્થનમાં અને કેટલાક વિરોધમાં આવી ગયા હતા. કંગનાએ બોલિવુડ સ્ટાર સાથે પોતાના રિલેશનશીપ હોવાનો દાવો કરીને કહ્યુ હતુ કે આ કલાકારે તેની સાથે લગ્ન કરવાનુ વચન આપી તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

હાલમાં જ કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાની અગાઉની રિલેશનશીપમાં ફ્લોપ સાબિત થઇ છે. તેનુ કહેવુ છે કે તે સંબંધને લઇને ખુબ સાવધાન હતી પરંતુ તે અવાસ્તવિક આશાઓને પૂર્ણ કરી શકી ન હતી. કંગનાએ કહ્યુ હતુ કે સમયની સાથે બીજી વ્યÂક્તએ પણ તેની સાથે ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદથી તમામ ખોટી બાબતો બનવા લાગી ગઇ હતી. તેની પાસે અન્ય મોટા બજેટની ફિલ્મ પણ રહેલી છે.

Share This Article