નેમાર જુનિયર દુનિયામાં બે મજબૂત ફાઈવ- અ- સાઈડ ફૂટબોલ તરીકે આ સીઝનમાં પહેલી વાર મેદાનમાં ઊતરી હતી, જેને શિર પ્રાઈયા ગ્રાન્ડ, બ્રાઝિલમાં નેમાર જુનિયર ફાઈવ વર્લ્ડ ફાઈનલ ખાતે તાજ મુકાયો હતો. ૧૭૮ ચેચ અને ૫૮૯ ગોલ પછી મેક્સિકો (મિશ્રિત) અને બ્રાઝિલ (સ્ત્રીઓ) બ્રાઝિલિયનની વૃદ્ધિ થઈ તે પાડોશમાં ઈન્સ્ટિટ્યુટો પ્રોજેટો નેમાર જુનિયર ખાતે ટોપ પર આવી હતી.
નેમાર જુનિયર્સ ફાઈવ એનર્જી ડ્રિંકની દિગ્ગજ રેડ બુલ દ્વારા આયોજિત દુનિયામાં સૌથી વિશાળ ફાઈવ- અ- સાઈડ ફૂટબોલ છે. નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૧૮ નેશનલ ચેમ્પિયન્સ જોગા બોનિટા મુંબઈએ વર્લ્ડ ફાઈનલ્સમાં બ્રાઝિલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને નોક આઉટ રાઉન્ડ્સમાં પાત્ર ઠરવા માટે ચિલી અને લક્ઝેમ્બર્ગ સામે ઐતિહાસિક જીત મેળવી હતી અને આ સાથે મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કર્યો છે.
ભારતે પહેલી વાર નેમાર જુનિયર્સની ફાઈવ વર્લ્ડ ફાઈનલ્સ જીતવા સાથે ૩૧ના રાઉન્ડ (નોક આઉટ રાઉન્ડ્સ) માટે પાત્ર પણ નીવડી હતી. ટીમ ઈન્ડિયા (એન્ટોની માચેડો, જોન્સન ડિસિલ્વા, મર્વિન સ્ટીફન, પ્રીતમ મહાડિક, ડેનિયલ ફરનાન્ડીસ, સ્કોટ ડિસોઝા અને પ્રતીક કદમ) ગ્રુપ જેમાં ચિલી અને લક્ઝેમ્બર્ગને ૫-૦થી હરાવીને નોક આઉટ રાઉન્ડ્સ માટે પાત્ર બની હતી, જ્યાં તેને કોલંબિયાનો સામનો કરવાનો હતો. ભારતે કોલંબિયાને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ગોલ્ડન ગોલથી તે વંચિત રહી હતી, જેને લીધે કોલંબિયા ૨-૧થી જીતી હતી અને ૧૬ના રાઉન્ડ માટે પાત્ર બની હતી. કોલંબિયાએ રાઉન્ડ ૧૬માં અને ક્વાર્ટર ફાઈનલમાં અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલને માત આપી હતી અને સેમી ફાઈનલમાં તેની સામે આર્જેન્ટિના આવી હતી. બધી મેચના રિપ્લે અને પરિણામો ડબલ્યુડબલ્યુડબલ્યુ.નેમારજેઆરએસફાઇવ.કોમ પરથી જોવા મળી શકશે.
ટીમ જોગા બોનિટો મુંબઈ, ઈન્ડિયાના કેપ્ટન ડેનિયલ ફરનાન્ડીસે જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં જવાનું અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અદભુત હતું. કરોડો લોકોનો દેશ અને ૨૮૦૮ ટીમો નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૧૮ નેશનલ ચેમ્પિયન્સ તરીકે ઊભરી આવી હતી. અહીંનો સ્તર અત્યંત ઉચ્ચ છે. આ ૧૦ મિનિટની રમત છે, જેમાં બોલ બહાર જતો નથી અને તમારે સતત રમવું પડે છે, જેથી તમારી અંદર મજબૂત ગેમ પ્લાન સાથે ભરપૂર ઊર્જા હોવી જોઈએ. ૧૦ વર્ષ પૂર્વે મેં અમારી ક્લબ શરૂ કરી ત્યારે અમે એક દિવસ બ્રાઝિલમાં રમવાનું સપનું જોયું હતું, કારણ કે અમારી ટીમનું નામ જોગા બોનિટા છે, જે બ્રાઝિલનું પ્રતિનિધિત્વ છે અને રેડ બુલને આભારી અમારું સપનું સાકાર થયું છે. અમે ચિલી જેવી મજબૂત ટીમને હરાવી અને આખરે સેમી ફાઈનલ સુધી પહોંચેલી કોલંબિયાની ટીમને આકરી લડત આપી તે બદલ અમને બેહદ ખુશી છે. અમારા રોલ મોડેલ નેમાર જુનિયરને આટલા નજીકથી જોવાનું અમારું સપનું સાકાર થયું છે.