મુંબઈઃ એચડીએફસી એએમસી દ્વારા આઈપીઓ લાવવામાં આવનાર છે. ૨૫મી-૨૭મી જુલાઈ દરમિયાન આ આઈપીઓ લાવવામાં આવનાર છે. કંપની દ્વારા પ્રાઇઝબેન્ડ આઈપીઓ માટે પ્રતિશેર ૧૦૯૫-૧૧૦૦ રૂપિયા રાખવામાં આવ્યા બાદ કારોબારીઓ અને આઈપીઓમાં રસ ધરાવતા લોકોમાં ચર્ચા જાવા મળી રહી છે.
૨૫મી જુલાઈના દિવસે આ આઈપીઓ ખુલનાર છે. આ આઈપીઓ મારફતે ૨૮૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. એચડીએફસી એએમસી હાઉસિંગ ડેલવપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન અને સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સંયુક્ત સાહસ ધરાવે છે.
એચડીએફસી એએમસીના આઈપીઓને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આગામી સપ્તાહમાં આઈપીઓની અસર પણ શેરબજારમાં રહી શકે છે. સાથે સાથે કોર્પોરેટ જગતમાં એચડીએફસી એએમસીના આઈપીઓમાં રોકાણ કરવા માટે ચર્ચા જાવા મળી રહી છે. શેરબજાર સાથે જાડાયેલા કારોબારી આઈપીઓ ખુલતાની સાથે જ તેમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ૨૫મી જુલાઈની રાહ જોવામાં આવી રહી છે.