બુલાવાયોઃ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચમાં પાકિસ્તાને આજે અનેક રેકોર્ડ કર્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનિંગ જાડીએ ભાગીદારીનો વનડે રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન ટીમના ઇમામ ઉલ હક ૧૧૩ અને ફખર જમાનને ૨૧૦ રન બનાવીને ઓપનિંગ વિકેટની ભાગીદારી ૩૦૪ રન બનાવ્યા હતા. આ ભાગીદારીના કારણે બંને બેટ્સમોનેએ વનડે ક્રિકેટમાં ૧૨ વર્ષ પહેલાનો રેકોર્ડ તોડી દીધો હતો.
વનડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ રોહિત શર્માના નામ ઉપર છે. રોહિત શર્માએ ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. ૧૩મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે રોહિત શર્માએ શ્રીલંકા સામે કોલકાતામાં ૩૩ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે ૨૬૪ રન કર્યા હતા. વનડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નીચે મુજબ છે.
ખેલાડી | રન | ટીમ | વિરુદ્ધ | સ્થળ / તારીખ
|
રોહિત શર્મા | ૨૬૪ | ભારત | શ્રીલંકા | કોલકાતા /૧૩મી નવેમ્બર ૨૦૧૪
|
માર્ટિન ગુપ્ટિલ | ૨૩૭ | ન્યુઝીલેન્ડ | વેસ્ટઇન્ડિઝ | વેલિંગ્ટન / ૨૧મી માર્ચ ૨૦૧૫
|
વિરેન્દ્ર સહેવાગ | ૨૧૯ | ભારત | વેસ્ટઇન્ડિઝ | ઇન્દોર / ૮મી ડિસેમ્બર ૨૦૧૧
|
ક્રિસ ગેઇલ | ૨૧૫ | વેસ્ટઇન્ડિઝ | ઝિમ્બાબ્વે | કેનબેરા / ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫
|
ફખર જમાન | ૨૧૦ | પાકિસ્તાન | ઝિમ્બાબ્વે | બુલાવાયો / ૨૦ જુલાઈ ૨૦૧૮
|
રોહિત શર્મા | ૨૦૯ | ભારત | ઓસ્ટ્રેલિયા | બેંગ્લોર / બીજી નવેમ્બર ૨૦૧૩
|
રોહિત શર્મા | ૨૦૮ | ભારત | શ્રીલંકા | મોહાલી / ૧૩ ડિસેમ્બર ૨૦૧૭
|
સચિન તેંડુલકર | ૨૦૦ | ભારત | દઆફ્રિકા | ગ્વાલિયર / ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦
|
કોવેન્ટ્રી | ૧૯૪ | ઝિમ્બાબ્વે | બાંગ્લાદેશ | બુલાવાયો / ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ |
સઇદ અનવર | ૧૯૪ | પાકિસ્તાન | ભારત | ચેન્નાઈ / ૨૧મી મે ૧૯૯૭
|