દેશમાં મોબલિચિંગ એટલે કે વધતી જતી ભીડની હિંસાઓની ઘટના અંગે વિપક્ષે સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા હતા.
મોબ લિંચિંગના મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, આ પ્રકારની હિંસાઓને લઇને સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. સરકાર ચિંતિત પણ છે. લોકસભામાં ધાંધલ ધમાલ વચ્ચે કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે આ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, મોબ લિંચિંગની ઘટનાઓ પહેલા પણ બનતી રહી છે. આ પ્રકારની ઘટનાઓમાં જે વ્યક્તિ ભોગ બને છે તે પહેલા પણ સરકાર માટે ચિંતાના વિષય રહ્યા છે. જા કે, કોંગ્રેસના સભ્યો આને લઇને સંતુષ્ટ થયા ન હતા અને ધાંધલ ધમાલ ચાલુ રાખી હતી. અંતે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ગૃહની બહાર જતા રહ્યા હતા. દેશમાં મોબ લિંચિંગના કારણે અનેક લોકોની હત્યા કરવામાં આવી ચુકી છે. અનેક ઘાયલ પણ થયા છે. કેન્દ્રીયમંત્રીએ આ સંદર્ભમાં ગંભીરતાપૂર્વક કહ્યું હતું કે, સરકાર તરફથી તેઓ આ પ્રકારની ઘટનાઓની ટીકા કરે છે.
રાજનાથસિંહે કહ્યું હતું કે, તમામ લોકોને આ અંગેની માહિતી છે કે, આ પ્રકારની ઘટનાઓ અફવાઓ અને શંકાના આધાર પર થાય છે. ફેક ન્યુઝના આધાર પર આ પ્રકારની ઘટનાઓ બને છે. કેન્દ્રીયમંત્રીએ એમ પણ કહ્યું છે કે, રાજ્ય સરકારનો વિષય છે. તેમની જવાબદારી બને છે કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પ્રભાવીરીતે કામ કરવામાં આવે છે. રાજ્યનો વિષય હોવા છતાં કેન્દ્ર દ્વારા પણ તેના અંગે પગલા લેવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ૨૦૧૬ અને આ વર્ષે જુલાઈ મહિનામાં પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સોશિયલ મિડિયા પર સકંજા મજબૂત કરવાની જરૂર દેખાઈ રહી છે. ફેક ન્યુઝ સોશિયલ મિડિયા દ્વારા ફેલાવવામાં આવે છે જેનાથી હોબાળો થાય છે.