નવીદિલ્હીઃ સરકારે બીજી ઓક્ટોબરથી બિનગંભીર અથવા બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે જેલની સજા ગાળી રહેલા મોટી સંખ્યામાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ અપરાધીઓને તબક્કાવારરીતે મુક્ત કરવામાં આવશે. આ સંદર્ભમાં કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લઇ લીધો છે. બીજી બાજુ કેબિનેટે ૧૨ વર્ષની નીચેની બાળકીના બળાત્કાર બદલ મૃત્યુદંડની સજાને મંજુરી આપવા બિલને પણ મંજુરી આપી દીધી છે. દત્તકને મંજુરી આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અંતિમ ઓથોરિટી બનાવવા કાયદામાં સુધારાને પણ મંજુરી આપી દેવામાં આવી છે. શ્રેણીબદ્ધ નવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.
બુધવારના દિવસે કેન્દ્રીય કેબિેનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં બીજી ઓક્ટોબરથી બિનઘૃણાસ્પદ ગુનાઓ માટેના અપરાધીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી ઓક્ટોબરના દિવસે એટલે કે મહાત્મા ગાંધીની જન્મજ્યંતિથી આની શરૂઆત કરવામાં આવશે. બીજી ઓક્ટોબરના દિવસે આવા અપરાધીઓની પ્રથમ બેંચને છોડી દેવામાં આવનાર છે. કેદીઓની અંતિમ બેંચને આગામી વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે મુક્ત કરવામાં આવશે. બીજી બેંચને ૧૦મી એપ્રિલના દિવસથી મુક્ત કરવામાં આવશે.
ચંપારણ સત્યાગ્રહની એ દિવસે વરસી પડશે. સરકારે આ વર્ષના અંત સુધી શ્રેણીબદ્ધ નવી ઉજવણી કરવાની તૈયારી કરી છે. મહાત્મા ગાંધીની જન્મજ્યંતિને ઉજવવા માટે અન્ય કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાળ બળાત્કારીઓને મૃત્યુદંડની સજા કરવાની જાગવાઈને પણ મંજુરી આપવામાં આવી રહી છે. જુદા જુદા સુધારા આ સંદર્ભમાં કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કેબિનેટના મહત્વના નિર્ણયની વાત કરવામાં આવે તો તમામ મહત્વપૂર્ણ સુધારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, હવે…ગંભીર પ્રકારના ગુનાઓ માટે સજા પામેલા માટે કોઇ રાહત આપવામાં આવશે નહીં. ગૃહમંત્રાલય દ્વારા કેદીઓના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપશે. રવિશંકર પ્રસાદનું કહેવું છે કે, મહિલા અને ટ્રાન્સઝેન્ડર અપરાધીઓ જે ૯૫ વર્ષ કે તેનાથી ુપરના છે તથા પુરુષ અપરાધી જે ૬૦ વર્ષથી ઉપરના છે અને તેમની સજા પૈકીની અડધી સજા ગાળી ચુક્યા છે તેમને મુક્ત કરવામાં આવશે.
આવી જ રીતે ૭૦ ટકાથી વધુ શારીરિક વિકલાંગતા અથવા તો વધુ વિકલાંગતા ધરાવતા અપરાધીઓને પણ રાહત આપવામાં આવશે. કેન્દ્ર સરકારના નિર્ણયથી ઓછા ઘૃણાસ્પદ ગુનામાં રહેલા કેદીઓને રાહત મળશે.