નવી દિલ્હીઃ આયુષ્યમાન ભાર સ્કીમ માટે સરકાર આશરે ૧૧ કરોડ ફેમિલી કાર્ડ છાપવાની યોજના ધરાવે છે અને આ ફેમિલી કાર્ડને લોકોના હાથોહાથ પહોંચાડવામાં આવશે. સરકાર ગ્રામિણ વિસ્તારોમાં આયુષ્યમાન પખવાડિયાનું આયોજન કરશે. આ ગાળા દરમિયાન તેમને કાર્ડ આપવામાં આવશે. સરકાર દિલ્હીમાં ૨૪ કલાક માટેના સેન્ટર બનાવશે જ્યાં આ મેડિકલ ઇન્સ્યોરન્સ સ્કીમ સાથે જાડાયેલી લોકોની ફરિયાદ સાંભળવામાં આવશે અને પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.
આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમના સીઈઓ ઇન્દુ ભૂષણનું કહેવું છે કે, સરકારની આ યોજના આયુષ્યમાન ભારત માટે તમામ તૈયારીઓ ૧૫મી ઓગસ્ટ સુધી કરી લેવામાં આવશે. અલબત્ત આની લોંચ કરવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ ફેમિલી કાર્ડ ઉપર આ સ્કીમના લાયક સભ્યોના નામ રહેશે. કાર્ડ સાથે જાડાયેલી દરેક વ્યÂક્તના નામવાળી વ્યક્તિને એક પત્ર આપવામાં આવશે જેમાં આયુષ્યમાન ભારત સ્કીમની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવશે.
ભુષણનું કહેવું છે કે, સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા લાભાર્થી અને શહેરી ક્ષેત્રોમાં ૬૦ ટકા લાભાર્થીઓની પસંદગી આ કાર્ડ માટે કરવામાં આવી ચુકી છે. એક નેશનલ ટોલ ફ્રી નંબરથી કોલ સેન્ટરથી સંપર્ક કરવામાં આવતા આ સેન્ટરથી નાગરિકોના ઇ-મેઇલ અને ઓનલાઈન ચેટના જવાબ આપવામાં આવશે. બંને પ્રોજેક્ટ માટે સર્વિસ પ્રોવાઇડર્સની પસંદગી આગામી મહિના સુધી કરી લેવામાં આવશે. ભુષણનું કહેવું છે કે, આ કાર્ડ આઈડેન્ટીફિકેશન પ્રોસેસને સરળ બનાવવા માટે એક રસ્તા તરીકે છે પરંતુ ઓળખના બીજા દસ્તાવેજાની જરૂર પણ સંબંધિત વ્યÂક્તની માહિતીને પ્રમાણિક કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. આયુષ્યમાન ભારત માટે લાયક છે કે કેમ તેની ખાતરી કરવામાં આવશે.
બિડ ડોક્યુમેન્ટ મુજબ એવો અંદાજ છે કે, આશરે ૫ લાખ લેટર જારી કરવાની ગતિથી બે વર્ષની અંદર ૧૦.૭૪ કરોડ ઇન્ફોર્મેશન લેટરો અને ફેમિલી કાર્ડ છપાવવામાં આવશે અને વિતરિત કરવામાં આવશે. ભુષણનું કહેવું છે કે, લેટર છાપવામાં બે વર્ષ લાગશે નહીં. લાયક પરિવારની પાસે પત્ર નહીં પહોંચવાની સ્થિતિમાં તેમને આ સેવાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે નહીં. સર્વિસ પ્રોવાઇડર નેશનલ હેલ્થ એજન્સીથી લાભાર્થીઓના સંદર્ભમાં માહિતીને લઇને આ પત્ર છાપવામાં આવશે. પિનકોડના જણાવ્યા મુજબ તેમના બગલિંગ કરવામાં આવશે અને સંબંધિત જિલ્લા હેડક્વાર્ટર ઉપર પહોંચાડવામાં આવશે. લેટર ગ્રામ પંચાયતોને આપવામાં આવશે. ત્યારબાદ આયુષ્યમાન પખવાડિયા દરમિયાન લાભાર્થીઓને આ પત્ર આપવામાં આવશે. આશા વર્કરને પણ આ પત્ર પહોંચાડવા માટેની જવાબદારી સોંપાશે.
આયુષ્યમાન યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના તરીકે ગણવામાં આવે છે. ઘણા લોકો આને મોદી કેર યોજના તરીકે પણ જાઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ યોજનાના સંદર્ભમાં વધુ વિગત આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે એનડીએ સરકાર અનેક યોજનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. આવી જ એક યોજના આયુષ્યમાન યોજના છે. ૧૧ કરોડ કાર્ડ આ યોજના હેઠળ જારી કરવામાં આવનાર છે.
આયુષ્યમાન યોચજનાના સંદર્ભમાં મિડિયામાં છેલ્લા ઘણા સમયથી અનેક માહિતી આપવામાં આવી રહી છે પરંતુ સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. આ યોજના ક્યારે જારી કરવામાં આવશે તેની કોઇ વાત હજુ સુધી થઇ નથી. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે, ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન દ્વારા આની જાહેરાત કરવામાં આવશે. મોદીની આ મહત્વકાંક્ષી યોજના જારી કરવામાં આવ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપ મેદાનમાં ઉતરશે અને લોકલક્ષી યોજનાઓના સંદર્ભમાં આ યોજનાને પણ ઉમેરી દેવામાં આવશે. પ્રચાર દરમિયાન આ મુદ્દાને જારદારરીતે ઉઠાવીને લાભ લેવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા લોકોને આવરી લીધા બાદ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્થિતિને મજબૂત કરવાની તક પણ મળી શકે છે. આ મહત્વકાંક્ષી અને મહાકાય યોજના મોદી વહેલીતકે રજૂ કરવાની તૈયારીમાં છે. આના માટેની રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. આ યોજનાને અમલી કરવામાં કેટલીક અડચણો આવે તેમ પણ માનવામાં આવે છે. મોદી સરકાર હજુ સુધી રુપરેખાના સંદર્ભમાં વધુ વાત કરી રહી નથી.