હેપી બર્થડે પ્રિયંકાઃ પ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇઃ બોલિવુડ અને હોલિવુડ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી રહેલી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ઇજન્ટ ઇટ રોમેન્ટિક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મને ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવાની હાલની યોજના છે. ફિલ્મનુ શુટિંગ ન્યુયોર્ક અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં લવિયામ હેમ્સવર્થ પણ કામ કરી રહ્યો છે.

ટોડ ગાર્નર દ્વારા ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. રોમકોમ ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમેન્ટિકમાં લિયામ હેમ્સવર્થ, રીબેલ વિલ્સન અને એડમ ડિવાઇન જેવા કલાકારો કામ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડા ફિલ્મમાં યોગ ગુરૂની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મ નિર્માતા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ પ્રિન્સિપાલ ફોટોગ્રાફીની શરૂઆત થોડાક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ ફિલ્મ ન્યુયોર્ક શહેરમાં રહેનાર એક આર્કિટેક્ટની પટકથા છે. ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવ્યા બાદ શુટિંગ શરૂ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી શકે છે.

પ્રિયંકા ચોપડા  ફિલ્મ નિર્માણમાં પણ કુદી ચુકી છે. તેની માતા સાથે મળીને પ્રાદેશિક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. મળલી માહિતી મુજબ રોમકોમ ફિલ્મ વેલેન્ટાઇન ડે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

પ્રિયંકાની લોકપ્રિયતા ક્વાન્ટિકોના કારણે સમગ્ર અમેરિકામાં વધી ગઇ છે. તે હવે સ્ટાર તરીકે ઉભરી રહી છે. ટોપ અભિનેત્રીઓ કરતા તે આગળ  નિકળી ગઇ છે. પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને બોલિવુડમાં પણ તેની ચર્ચા જાવા મળી રહી છે. પ્રિયંકા ચોપડા બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરનાર છે.

Share This Article