મોસ્કોઃ ફીફા વર્લ્ડ કપમાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. ફીફાએ રૂપિયાનો વરસાદ કરીને તમામને ચોંકાવી દીધા છે. આ વખતે વિજેતા બનેલી ફ્રાન્સની ટીમને ૩૮ મિલિયન ડોલર અથવા તો ૨૬૦ કરોડ રૂપિયા મળી ગયા છે. જ્યારે રનર્સ અપ રહેલી ક્રોએશિયાની ટીમને ૨૮ મિલિયન ડોલર અથવા તો ૧૯૧ કરોડ રૂપિયા મળી ગયા છે. જ્યારે બેલ્જિયમની ટીમને ત્રીજા સ્થાન પર રહેવા બદલ ૨૪ મિલિયન ડોલર અથવા તો ૧૬૪ કરોડ રૂપિયાની જંગી રકમ મળી ગઇ છે. ઇંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને રહી હતી. જેના કારણે તેને ૧૫૦ કરોડ રૂપિયા મળી ગયા છે.
ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને હારી જનાર ટીમોને ૧૬ મિલિયન ડોલર અથવા તો ૧૦૯ કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં ઉરુગ્વે, સ્વીડન, રશિયા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આવી જ રીતે રાઉન્ડ ૧૬માં પ્રવેશ કરનાર ટીમોને ૮૨ કરોડ રૂપિયા મળ્યા છે. જે ટીમોને ૮૨ કરોડ રૂપિયાની રકમ મળી છે તેમાં આર્જેન્ટિના, પોર્ટુગલ, ડેનમાર્ક, મેક્સિકો, જાપાન, સ્વીડત્જર્લેન્ડ, કોલંબિયા અને સ્પેનનો સમાવેશ થાય છે. ફીફા દ્વારા કુલ ૨૭૦૦ કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે.
આ વખતે ફીફા વર્લ્ડ કપમાં શરૂઆતથી આશ્ચર્યજનક પરિણામ જાવા મળ્યા હતા. વર્લ્ડકપમાં આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જાવા મળી રહી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માસ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ હતી. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો.
રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી હતી. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આંનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ હતુ જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી હતી.
આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે મેદાનમાં ઉતર્યા હતા. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાઇ હતી.
જાણો કોને કોને કેટલી રકમ મળી:
દેશ |
ઇનામી રકમ ( કરોડમાં)
|
ફ્રાન્સ (વિજેતા) | ૨૬૦ કરોડ
|
ક્રોએશિયા (રનર્સ અપ) | ૧૯૧ કરોડ
|
બેલ્જિયમ ( ત્રીજુ સ્થાન) | ૧૬૪ કરોડ
|
ઇંગ્લેન્ડ ( ચોથુ સ્થાન) | ૧૫૦ કરોડ
|
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર ટીમો | ૧૦૯ કરોડ દરેકને
|
રાઉન્ડ ૧૬માં પહોંચેલી ટીમોને | ૮૨ કરોડ દરેક ટીમને
|