બસપા નેતા જય પ્રકાશને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિવેદન આપવું ભારે પડ્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ આજે જય પ્રકાશને તત્કાલિક પ્રભાવી રીતે પાર્ટીના તમામ પદ પરથી હટાવી દીધા છે.
૨૦૧૯ની લોકસભના ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ એક સંપ કરી રહી છે, ત્યારે બસપા અને કોંગ્રેસની વચ્ચે પણ સંબંધો સુધરતા દેખાઇ રહ્યાં છે. આ દરમિયાન જય પ્રકાશના નિવેદને રાજનીતિને ગરમાવી દીધી છે. પોતાની શાખ પર કોઇ આંચ ન આવે તે માટે માયાવતીએ જયપ્રકાશને તમામ પદ પરથી હટાવી દીધા છે.
જય પ્રકાશ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંઘી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોય શકે નહિં. તેમણે કહ્યું કે રાહુલ ગાંઘી પણ પોતાની માં સેનિયા ગાંઘીની જેમ જ વિદેશી છે. જય પ્રકાશે એમ પણ જણાવ્યું કે રાહુલ ગાંઘી પોતાના પિતા પર ગયા હત તો થોડી આશા પણ હતી, તેઓ પોતાની માં પર ગયા છે, તમનામાં વિદેશી લોહી છે, તેથી હું દાવા સાથે કહી શકુ છું કે તેઓ ભારતીય રાજનીતિમાં ક્યારેય સપળ થઇ શકશે નહિં.