ભારત અને ઇંગલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ લીડ્સ ખાતે રમાશે. ત્રણ એક દિવસીય મેચની શ્રેણીમાં બન્ને ટીમ ૧-૧ પોઇન્ટથી બરાબર છે. આ અંતિમ મેચમાં વિજય મેળવનાર ટીમ શ્રેણી પર પોતાનો કબ્જો જમાવશે.
પહેલી મેચમાં ભારતે પ્રથમ મેચમાં ૮ વિકેટે વિજય મેળવ્યો હતો, જેમાં પ્રથમ બેટિંગ કરી ઇંગલેન્ડે ૨૬૮ રન બનાવી ઓલઆઉટ થઇ હતી. રોહિત શર્માના શાનદાર ૧૩૭ રન અને વિરાટના ૭૫ રનની ઇનિંગથી ભારતે ૪૦.૧ ઓવરમાં ૨ વિકેટે ૨૬૯ રને જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ઇંગલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટે ૩૨૨ રન બનાવ્યા હતી, જેના જવાબમાં ભારતીય ટીમ ૨૩૬ રન પર જ ધરાશાયી થઇ હતી અને ઇંગલેન્ડે ૮૬ રને વિજય મેળવ્યો હતો.
હવે આ અંતિમ વનડેમાં બન્ને ટીમો શ્રેણી વિજય મેળવવા માટે આંક્રમક વલણ અપનાવી શકે છે, જે મેચને રોમાંચક બનાવશે કે નહિ તે માટે મેચ જોવી જ રહી.